Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

હવે રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’માં પાકિસ્તાનની એન્ટ્રી : ભાજપે લગાવ્યા આરોપ:કહ્યું- દેશની માફી માંગે

રાહુલ ગાંધીની ખરગોન પહોચેલી ભારત જોડો યાત્રા દરમિયાન પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા !!: મધ્ય પ્રદેશ ભાજપના અધ્યક્ષ વીડી શર્માએ એક વીડિયો ટ્વીટ કરીને આરોપ લગાવ્યો

મધ્ય પ્રદેશના ખરગોનમાં રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન વિવાદ ઉભો થયો છે. ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે આ યાત્રા દરમિયાન પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશ ભાજપના અધ્યક્ષ વીડી શર્માએ એક વીડિયો ટ્વીટ કરીને આ આરોપ લગાવ્યો છે.

ટ્વીટમાં લખ્યુ કે, રાહુલ ગાંધીની ખરગોન પહોચેલી ભારત જોડો યાત્રા દરમિયાન પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવા કોંગ્રેસની દેશ તોડવાની માનસિકતાને ઉજાગર કરી રહ્યુ છે, તેની માટે રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઇએ.

કોંગ્રેસના મીડિયા પ્રભારી જયરામ રમેશે ટ્વીટ કર્યુ, ‘ભાજપની ડર્ટી ટ્રિક્સ દ્વારા સંપાદિત એક વીડિયો સફળ #BharatJodoYatraને બદનામ કરવા માટે પ્રસારિત કરવામાં આવી રહ્યુ છે. અમે તુરંત તેની પર જરૂરી કાયદાકીય કાર્યવાહી કરી રહ્યા છીએ.

મધ્ય પ્રદેશના કોંગ્રેસ પ્રવક્તા કેકે મિશ્રાએ ભાજપના આરોપોનું ખંડન કરતા કહ્યુ, “અમે યાત્રા દરમિયાન આવો કોઇ નારો સાંભળ્યો નથી. હજારો લોકોને રાહુલ ગાંધીના સમર્થનમાં આવતા જોઇ ભાજપ હેરાન છે, કેકે મિશ્રાએ આરોપ લગાવ્યો કે આ ષડયંત્ર માટે સંઘ અને ભાજપની વિચારધારા ધરાવનારા કોઇ વ્યક્તિને રેલીમાં મોકલવામાં આવ્યા હશે

 

(9:22 pm IST)