Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

પદ્મ પુરસ્કારની જાહેરાત: ત્રણ ગુજરાતીઓને મળશે પદ્મશ્રી:દિલીપ મહાલનાબીસને પદ્મ વિભૂષણથી નવાજાશે : જાણો સમગ્ર યાદી

ગુજરાતના હીરાબાઈ લોબીને તેમના સોશિયલ વર્ક માટે,ભાનુભાઈ ચૈતારાને કમલકારી આર્ટ માટે જયારે પરેશ રાઠવાને પીથોરા આર્ટમાં તેમના યોગદાન માટે એવોર્ડ મળશે

નવી દિલ્હી :74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશના સૌથી ઉચ્ચ એવોર્ડની જાહેરાત કરાઈ છે, જેમાં 3 ગુજરાતીઓને પણ આ સન્માનથી નવાજવામાં આવ્યા છે.દિલીપ મહાલનાબીસને દવા (બાળ ચિકિત્સા) ક્ષેત્રે પદ્મ વિભૂષણ (મરણોત્તર) એનાયત કરવામાં આવશે. કુલ 25 લોકોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા

 ગુજરાતના હીરાબાઈ લોબીને તેમના સોશિયલ વર્ક માટે પદ્મ શ્રી આપવામાં આશે. જ્યારે ભાનુભાઈ ચૈતારાને તેમના કમલકારી આર્ટ માટે તો પરેશ રાઠવાને પીથોરા આર્ટમાં તેમના યોગદાન માટે એવોર્ડ આપવામાં આવશે.

જલપાઈગુડી જિલ્લાના તોટોપારા ગામના ધનીરામ ટોટોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. ડાંગકા ભાષાના સંરક્ષક ટોટોને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા છે.

મંડીના ઓર્ગેનિક ખેડૂત નેકરામ શર્માને પણ કૃષિ ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેમણે નવ અનાજની પરંપરાગત પાક પદ્ધતિને પુનર્જીવિત કરવાનું કામ કર્યું.

 આત્મનિર્ભર નાના ખેડૂત તુલા રામ ઉપ્રેતી (98 વર્ષ)ને કૃષિ ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તે માત્ર પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને જૈવિક ખેતી કરે છે.

 ઈરુલા જનજાતિના વાડીવેલ ગોપાલ અને માસી સદૈયાનને ખતરનાક અને ઝેરી સાપને પકડવામાં તેમની કુશળતા બદલ સામાજિક કાર્યના ક્ષેત્રમાં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

 કાકીનાડા સ્થિત સામાજિક કાર્યકર શંકુર્ત્રી ચંદ્ર શેખરને સામાજિક કાર્ય (પોષણક્ષમ આરોગ્યસંભાળ) ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમણે જીવનભર જરૂરિયાતમંદ લોકોને મફત તબીબી અને શિક્ષણ સેવાઓ પૂરી પાડી.

 પયન્નુરના ગાંધીવાદી અને સ્વાતંત્ર્ય સેનાની વી પી અપ્પુકુટ્ટન પોદુવાલમને સામાજિક કાર્ય (ગાંધી) ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

 આદિવાસી હો ભાષાના વિદ્વાન જનમ સિંહ સોયાને સાહિત્ય અને શિક્ષણ (હો ભાષા) ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા છે. તેઓ આ ભાષાના જતન અને સંવર્ધન માટે 4 દાયકાથી કામ કરી રહ્યા છે.

નાગા સામાજિક કાર્યકર રામકુઇવાંગબે ન્યુમેને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેમણે પોતાનું જીવન હેરકા ધર્મના સંરક્ષણ અને પ્રચાર માટે સમર્પિત કર્યું.

જબલપુરના ડૉ. મુનીશ્વર ચંદર દાવર છેલ્લા 50 વર્ષથી વંચિત લોકોની સારવાર કરી રહ્યા છે, જેમને ચિકિત્સા (એફોર્ડેબલ હેલ્થકેર)ના ક્ષેત્રમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.

સિદ્દી આદિવાસી સામાજિક કાર્યકર અને નેતા હીરાબાઈ લોબીને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે, તેમણે ગુજરાતના સિદ્ધિ સમુદાયની સુધારણા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.

નોર્થ સેન્ટીનેલથી 48 કિમી દૂર આવેલા ટાપુમાં જારાવા જનજાતિ સાથે કામ કરતા આંદામાનના નિવૃત્ત સરકારી ડૉક્ટર રતન ચંદ્રાકરને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે

(9:57 pm IST)