Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

નવી દિલ્હી:આજે પ્રજાસત્તાક પર્વે રાજધાની દિલ્હીના કર્તવ્યપથ પર પરેડ યોજાઈ હતી. પરેડ બાદ નરેન્દ્રભાઈએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું

કર્તવ્યપથ પર પરેડ બાદ નરેન્દ્રભાઈએ લોકોનું અભિવાદન ઝીલ્યું

નવી દિલ્‍હીઃ રાજસ્થાની પાઘડી, સફેદ કુર્તો અને કાળો કોટ : PM મોદીના પહેરવેશે દર વર્ષની જેમ આ વખતે પણ આકર્ષણ જમાવ્યું હતું.

પીએમ મોદીએ સફેદ કુર્તા અને પેન્ટની સાથે કાળો કોટ અને સફેદ સ્ટોલ પહેરી છે આ સાથે જ લાંબી બહુરંગી પાઘડીએ તેમના પોશાકના ગૌરવમાં વધારો કર્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 74મા ગણતંત્ર દિવસના ખાસ મોકા પર ભારતની વિવિધતાનું પ્રતિક એવી બહુરંગી રાજસ્થાની પાઘડી પહેરી હતી. પીએમ મોદીના આ વર્ષના પોશાકની પહેલી ઝલક ત્યારે સામે આવી જ્યારે પીએમ મોદી ગણતંત્ર દિવસની પરેડ પહેલા વોર મેમોરિયલ પહોંચ્યા હતા. આજે પીએમ મોદીએ સફેદ કુર્તા અને પેન્ટની સાથે કાળો કોટ અને સફેદ સ્ટોલ પહેરી છે. કાળા અને સફેદ પોશાકમાં લાંબી પૂંછડીવાળી બહુરંગી પાઘડીએ તેમના પોશાકના ગૌરવમાં વધારો કર્યો છે.

જણાવી દઈએ કે ગયા વર્ષે પીએમ મોદીના પોશાકમાં ઉત્તરાખંડ અને મણિપુરનો અલગ સ્પર્શ દર્શાવ્યો હતો. ગયા વર્ષે ગણતંત્ર દિવસ પર એમને ઉત્તરાખંડની બ્રહ્મકમલ ટોપી પહેરી હતી અને મણિપુરમાંથી લિરમ ફીની ઝલક જોવા મળી હતી. નોંધનીય છે કે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસના બે પ્રસંગો પર પીએમ મોદીના પોશાકની પસંદગી ખૂબ જ રસપ્રદ રહે છે અને આ સાથે જ પીએમ મોદી અન્ય પ્રસંગો પર પણ ચોક્કસ જાતિ અથવા પ્રદેશના પરંપરાકપડાં પહેરે છે.

(1:54 pm IST)