Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

બિહારની 609 મદરેસાઓની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી મદદ રોકવાનો પટના હાઈકોર્ટનો રાજ્ય સરકારને આદેશ: 14 ફેબ્રુઆરીના રોજ સુનાવણી

પટના :કોર્ટ એક જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરી રહી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે બનાવટી દસ્તાવેજોના આધારે મદરેસાઓને નકલી માન્યતા આપવામાં આવી રહી છે.

પટના હાઈકોર્ટે મંગળવારે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે જ્યાં સુધી આ સંસ્થાઓની સ્થિતિની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી 609 મદરેસાઓને આપવામાં આવતી સહાય અટકાવી દેવામાં આવે [મો. અલાઉદ્દીન બિસ્મિલ વિરુદ્ધ રાજ્ય].

તેની સમક્ષની અરજીમાં ઉઠાવવામાં આવેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને, કોર્ટે બિહારમાં 2,459 થી વધુ સરકારી સહાયિત મદરેસાઓની સ્થિતિ અંગેનો અહેવાલ પણ મંગાવ્યો હતો.

ચીફ જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પાર્થ સારથીની ખંડપીઠે એ વાત પર નારાજગી દર્શાવી હતી કે આવા મુદ્દાઓની તપાસ માટે કમિટીઓની રચના કરવા છતાં કશું નક્કર કરવામાં આવ્યું નથી. આવી જ એક સમિતિની રચના 609 મદરેસાઓની બાબતોની તપાસ કરવા માટે કરવામાં આવી હતી જેઓ રાજ્યની સહાય મેળવતા હતા.
 

આ મામલે આગામી 14મી ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:12 pm IST)