Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

છત્તીસગઢમાં બેરોજગાર યુવાનોને દર મહિને ભથ્થું અપાશે : મુખ્યમંત્રી ભૂપેશ બધેલની મોટી જાહેરાત

15 વર્ષ બાદ રાજ્યમાં સત્તામાં પરત ફરેલી કોંગ્રેસે 2018માં ચૂંટણી પહેલા બેરોજગારી ભથ્થું આપવાનું વચન આપ્યું હતું

છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે બેરોજગાર યુવાનોને ભથ્થું આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આગામી નાણાકીય વર્ષથી બેરોજગાર યુવાનોને દર મહિને ભથ્થું આપવામાં આવશે.

 

15 વર્ષ બાદ રાજ્યમાં સત્તામાં પરત ફરેલી કોંગ્રેસે 2018માં ચૂંટણી પહેલા બેરોજગારી ભથ્થું આપવાનું વચન આપ્યું હતું.

જગદલપુરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાષણ આપતા બઘેલે કહ્યું, “દરેક બેરોજગાર યુવાનોને આગામી નાણાકીય વર્ષથી બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.”

જો કે આ ભથ્થું કેટલું હશે બઘેલે તેની માહિતી આપી નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે ગ્રામીણ ઉદ્યોગ નીતિ બનાવવામાં આવશે.
આ સિવાય બઘેલે અન્ય ઘણી જાહેરાતો પણ કરી હતી.

(8:20 pm IST)