Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

દિલ્હી મેયરની ચૂંટણીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો: AAP ઉમેદવાર શેલી ઓબેરોયે અરજી દાખલ કરી

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) ના મેયર પદના ઉમેદવાર શેલી ઓબેરોયે આજ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, મેયરની ચૂંટણી સમયબદ્ધ યોજવાની માંગ કરી. દિલ્હીની મેયરની ચૂંટણી મંગળવારે આ મહિને બીજી વખત વિક્ષેપિત થઈ હતી કારણ કે લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા નિયુક્ત કરાયેલા પ્રિસાઇડિંગ ઓફિસરે કેટલાક કાઉન્સિલરોના હોબાળાને પગલે ગૃહને સ્થગિત કરી દીધું હતું.

AAP નેતાઓએ જણાવ્યું હતું કે ઓબેરોય ગુરુવારે કોર્ટમાં ગયા હતા અને આ મામલો શુક્રવારે સુનાવણી માટે આવે તેવી શક્યતા છે. અગાઉ, AAPએ ભાજપ પર ગૃહમાં હંગામાનું પૂર્વ આયોજન કરવાનો આરોપ મૂક્યો હતો અને દાવો કર્યો હતો કે ભાજપના કાઉન્સિલરો પ્લેકાર્ડ સાથે ગૃહની મધ્યમાં પહોંચ્યા હતા.
 

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ના નવા ચૂંટાયેલા ગૃહની પ્રથમ બેઠક પણ AAP અને ભાજપના સભ્યોના હોબાળા વચ્ચે 6 જાન્યુઆરીએ સ્થગિત કરવામાં આવી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી MCD ચૂંટણીમાં AAPએ 250 વોર્ડમાંથી 134 વોર્ડ જીત્યા હતા. ભાજપ 104 વોર્ડ જીતવામાં સફળ રહ્યું હતુંતેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:28 pm IST)