Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

શું WhatsApp બેન કરી દેવાશે? : સરકારની નવી ગાઇડલાઇન બાદ લોકોમાં જબરી ચર્ચા

એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનને કારણે યોગ્ય નથી : ઓરિજન શોધવું મુશ્કેલ ?

નવી દિલ્હી : ટેલિકૉમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે એક પત્રકાર પરિષદ દરમિયાન સોશિયલ મીડિયા કંપનીઓ માટે ગાઇડલાઇન જાહેર કરી છે. આ સોશિયલ મીડિયા પર રેગ્યુલેશન લાવવા વિશે છે. મંત્રીએ કેટલાક પોઇન્ટ ગણાવ્યા હતા જેમાંથી એક એ પમ છે કે કોઇ સોશિયલ મીડિયા પર ખોટુ કરી રહ્યુ છે તો કંપની ઓરિજનલને શોધે પરંતુ WhatsAppનું કહેવુ છે કે તે આવુ નથી કરી શકતું.

 WhatsAppના ઘણા પહેલા પણ એમ કહ્યુ હતું કે અમે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનને કારણે ખબર નથી પડતી કે મેસેજ કોને અને ક્યાથી કર્યો છે. આ પહેલા પણ સરકાર તરફથી એવી માંગ કરવામાં આવી હતી પરંતુ આ વિશે આ માંગ નહી પણ ગાઇડલાઇન છે. જો WhatsApp આ ગાઇડલાઇનને ફોલો કરવાનો ઇનકાર કરી દે છે તો એવામાં શું થશે? WhatsApp બેન કરી દેવામાં આવશે?

WhatsAppએ તેને લઇને પહેલા જ સ્પષ્ટ કરી દીધુ છે કે WhatsApp પર આ ખબર નથી પડી શકતી કે કોઇ મેસેજનો ઓરિજિન શું છે. એવામાં શું હવે WhatsApp ગાઇડલાઇન ના માને તો શું થશે? શું ભારતમાં પ્રતિબંધ મુકવામાં આવશે?

સોશિયલ મીડિયા કંપની ફેસબુક પોતાના પ્લેટફોર્મને લઇને એમ કહે છે કે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનને કારણે લોકોનું ઓરિજિન શોધવુ મુશ્કેલ હોય છે. જોકે, રવિશંકર પ્રસાદે એમ કહ્યુ કે સોશિયલ મીડિયા કંપનીએ કોઇ પણ સ્થિતિમાં જો તેની સરકારને પૂછ્યુ તો એમ જણાવવુ પડશે કે કંટેન્ટનું ઓરિજનેટર કોણ છે, એટલે કંટેન્ટ કોણે પોસ્ટ કર્યો છે.

ખાસ કરીને WhatsApp પર કેટલાક મેસેજ વાયરલ થાય છે. કેટલાક એવા પણ મેસેજ હોય છે જેમાં રમખાણ ભડકાવે છે, એવામાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન યૂઝ કરનારી કંપનીઓ માટે આ શોધવુ મુશ્કેલ છે કે મેસેજની શરૂઆત ક્યાથી થઇ.

(12:00 am IST)