Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

રેલવેનો મોટો નિર્ણંય : મુસાફરોને લાઈનમાં નહીં ઉભું રહેવું પડે : મોબાઈલ એપ્લીકેશનથી મળી જશે જનરલ ટીકીટ

UTS ON MOBILE એપ્લિકેશન દ્વારા રીઝર્વેશન વગરની જનરલ ટિકિટ બુક કરવાની સુવિધા

 

નવી દિલ્હી :હવે રેલવે વિભાગ દ્વારા લોકોને એક સારી સુવિધા આપવામાં આવી રહી છે. રેલવેના યાત્રીઓ માટે હવે લાઈનમાં નહીં ઉભુ રહેવું પડે. કોઈપણ વ્યક્તિ જનરલ ટિકિટ એપ્લીકેશન દ્વારા મેળવી શકશે. કોરોના ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. પરંતુ રેલવે સ્ટેશન પર ટિકિટ કાઉન્ટરો ઉપર ભારે ભીડ થાય છે. આવી સ્થિતિમાં રીઝર્વેશન વગરની જનરલ ટિકિટ માટે યાત્રીઓની સમસ્યાને દૂર કરવા માટે ભારતીય રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે અને સમાધાન શોધી કાઢ્યું છે.

ભારતીય રેલવે દ્વારા રીઝર્વેશન વગરની ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે ત્યાં મોબાઇલ એપ્લિકેશન પર UTS સુવિધા ફરીથી સક્રિય કરવા સૂચના આપી છે.

ઝોનલ રેલવેને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ ઝોનમાં જ્યાં રીઝર્વેશન વગરની ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે ત્યાં જનરલ ટિકિટ આપવા માટે મોબાઇલ એપ્લિકેશન સેવા શરૂ કરી શકાય છે. ભારતીય રેલ્વે દ્વારા UTS ON MOBILE એપ્લિકેશન દ્વારા રીઝર્વેશન વગરની જનરલ ટિકિટ બુક કરવાની સુવિધાને કારણે લોકોને ભારે રાહત થશે અને મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

રેલવે દ્વારા શરૂ કરવામાં UTS ON MOBILE એપ્લીકેશનને એન્ડ્રોઇડ યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોરમાંથી આ એપ્લીકેશન ડાઉનલોડ કરી શકે છે. અને આઇફોન યુઝર્સ તેને Apple સ્ટોરથી ડાઉનલોડ કરી મોબાઇલ પર ઇન્સ્ટોલ કરી શકે છે. આ એપ્લિકેશન સંપૂર્ણપણે મફત છે એટલે કે તેને ડાઉનલોડ કરવા માટે કોઈ ખર્ચ થશે નહીં. આ એપ દ્વારા તમે હવે આરામથી રેલવેની જનરલ ટિકિટ પણ આરામથી બૂક કરાવી શકશો.

(12:20 am IST)