Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

વિશ્વમાં કોરોનાના કેસનો આંકડો 11 કરોડને પાર પહોંચ્યો :25 લાખ લોકોના જીવ લીધા

અમેરિકામાં સૌથી વધુ 2.83,34,797 કેસ : 5.05.803 લોકોના મોત

નવી દિલ્હી : દુનિયામાં કોરોનાના કેસનો આંકડો 11 કરોડને પાર થઈ ગયો છે, આ બીમારએ વિશ્ર્વમાં લગભગ 25 લાખ લોકોના જીવ લીધા છે. હાલ દુનિયામાં કોરોના સંક્રમીતોનો આંકડો 11,25,34,393 સુધી પહોંચી ગયો છે.

જોન્સ હોપકીન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ (સીએસએસઈ)ના તાજા આંકડા અનુસાર અમેરિકા દુનિયામાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે.

અહી અત્યાર સુધીમાં 2 કરોડ 83 લાખ 34 હજાર 797 કેસ નોંધાયા છે જયારે 5 લાખ 5 હજાર 803 લોકોના મોત થયા છે. અમેરિકા બાદ ભારત વિશ્ર્વમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અહીં અત્યાર સુધીમાં 1 કરોડ 10 લાખ 46 હજાર 914 કેસ બહાર આવ્યા છે.

ભારતમાં કોરોનાથી 1,56,705 લોકોના મોત થયા છે. આ સિવાય બ્રાઝીલમાં 1 કરોડ 3 લાખ 24 હજાર 463, યુકેમાં 41,56,703, રશિયામાં 41,53,75 ફ્રાન્સમાં 37,21,061 સ્પેનમાં 31,21,061 કેસો નોંધાયા છે. બ્રાઝીલમાં કોરોનાથી મોતનો આંકડો 2,49,957 છે જયારે મેકસીકોમાં મોતનો આંકડો 1,82,815નો છે.

(9:23 am IST)