Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

૩ હજાર કરોડના સોનાના માલિક છે ભગવાન

કોરોનામાંથી જીવ બચ્યો તો તિરૂપતિને ચઢાવ્યુ સાડા ત્રણ કિલો સોનું

તિરૂમાલા,તા.૨૬: આંધ્રપ્રદેશના તિરુમાલાનું ફેમસ તિરુપતિ બાલાજી મંદિરમાં એક ભકતે પોતાની માનતા પુરી થઈ તો ૨ કરોડ રૂપિયાના સોનાના શંખચક્ર ચઢાવ્યા હતા. ANIએ આ ચઢાવાની તસવીર શેર કરી હતી ત્યારબાદ આ ઘટના ચર્ચામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે તમિલનાડુના થેનીમાં રહેનારા એક ભકતે બાલાજીથી માનતા માની હતી કે કોરોના કારણે તેની તબિયત ખુબ જ ખરાબ હતી. ભગવાનની કૃપાથી તે સાજા થયા હતા. ત્યારબાદ આ વ્યકિતએ બે કરોડ રૂપિયાનાન શંખ અને ચક્રને મંદિરમાં ભેંટ કર્યા હતા. મંદિરના અધિકારીઓ પ્રમાણે સોનાના આ શંખ અને ચક્રનું વજન સાડા ત્રણ કિલોગ્રામ છે.

ઉલ્લેખનયી છે કે તિરુપતિ મંદિર ભારતના સૌથી અમિર મંદિરોમાં ગણવામાં આવે છે. સાથે જ બાલાજીને ભારતના સૌથી અમીર દેવાત હોવાનું તખ્ખલુશ પણ મળ્યું છે. બે કરોડના શંખ-ચક્રના ચઢાવા બાદ એકવાર ફરીથી તિરુપતિ બાલાજી ચર્ચામાં છે.

અધિકારીઓને જણાવ્યું કે મંદિરના મુખ્ય દેવતાને આ દ્યરેણા પહેરવામાં આવશે. આવું પહેલીવાર નથી બન્યુ કે મંદિરના દેવાતાને સોનું ચઢાવવામાં આવ્યું હોય. છાસવારે મંદિરમાં સોનું દાન કરવામાં આવે છે.

તિરુપતિને દુનિયાનું સૌથી અમિર મંદિરોમાં ગણવામાં આવે છે. ભગવાન વિષ્ણુ બિરાજે છે. લોકો અહીં પોતાની મનોકામના લઈને આવે છે જયારે તે પુરી થાય છે. ત્યારે અહીં દાન કરે છે. આ કારણે આ મંદિરની દાન પેટી હંમેશા ભરાયેલી રહે છે.

કેશ ઉપરાંત અહીં ભકતો સોનું ચઢાવે છે. એક અનુમાન પ્રમાણે મંદિરના ખજાનામાં આઠ ટન આભુષણો છે. આ સાથે જ અલગ અલગ બેંકોમાં મંદિરના નામ ઉપર ૩ હજાર કિલો સોનું છે. મંદિર એટલું ધનવાન છે કે અનેક બેન્કોમાં મંદિરન નામથી ૧ હજાર કરોડ રૂપિયાની એફડીઓ પણ છે. એક રિપોર્ટ પ્રમાણે બાલાજીની વાર્ષીક કમાણી ૬૫૦ કરોડ રૂપિયા છે.

તિરુપતિ બાલાજીના દર્શન માટે દરરોજ લાખો શ્રદ્ઘાળુઓ આવે છે. આ મંદિરની કુલ સંપત્ત્।ી ૫૦ હજાર કરોડથી વધારે છે. માત્ર નવરાત્રીના સમયેમાં આ મંદિરમાં ૧૨થી ૧૫ કરોડનો ચઢાવો આવે છે.

(10:13 am IST)