Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

અનિલ અંબાણીની કંપની થઇ ૪૯મી વખત ડિફોલ્ટર

મુંબઇ,તા. ૨૬: અનિલ અંબાણી અને તેમની કંપનીઓનો સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ ફરી એક વખત નોન-કન્વર્ટિબલ ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ ચૂકવવામાં નિષ્ફળ ગઈ છે.

અનિલ અંબાણી અને તેમની કંપનીઓનો સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ ફરી એક વખત નોન-કન્વર્ટિબલ ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ ચૂકવવામાં નિષ્ફળ ગઈ છે. કંપનીએ ૨૧ ફેબ્રુઆરીએ ઇન્ટરેસ્ટ ચૂકવવાનું હતું, પણ એમાં એ નિષ્ફળ ગઈ હતી. અનિલ અંબાણીની કંપની ૪૯મી વખત ડિફોલ્ટર થઈ છે.

(10:16 am IST)