Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

જો કે કેટલીક શરતોનું પાલન કરવું પડશે

જીવન વીમા પ્રીમિયમના એડવાન્સ ચુકવણા પર મળશે ૨.૭ ટકાની છુટ : દિશા નિર્દેશ જારી

નવી દિલ્હી તા. ૨૬ : જીવન વીમો લેનાર ગ્રાહકોને ટુંક સમયમાં એડવાન્સ પેમેન્ટ પર છૂટની સુવિધા મળી શકે છે. વીમા નિયામક અને વિકાસ ઓથોરીટીએ જીવન વીમા કંપનીઓને આ અંગેનો મુસદ્દો બનાવીને મોકલ્યો છે. નિયામકે કહ્યું કે, કંપનીઓ પરિસ્થિતિ અનુસાર ગ્રાહકોને પ્રીમીયમમાં છૂટ આપી શકે છે.

આ મુસદ્દાના દિશા-નિર્દેશો અનુસાર, એડવાન્સ પેમેન્ટ જમા થવા પર છૂટ દરેક નાણાકીય વર્ષમાં ૧ એપ્રિલ સુધી એસબીઆઇના સેવીંગ્સ ખાતા પર મળતા વ્યાજ દર જેટલી હોવી જોઇએ. આ ઉપરાંત વીમા કંપનીઓએ તેના પર વધારાના ૧૦૦ આધાર એકની છૂટ વધારાની આપવી પડશે. આ સુવિધા આખા નાણાકીય વર્ષ દરમિયાન બધા એડવાન્સ પ્રીમીયમના પેમેન્ટ પર લાગુ થવી જોઇએ. એસબીઆઇ અત્યારે પોતાના સેવીંગ એકાઉન્ટ પર ગ્રાહકને ૨.૭ ટકા વ્યાજ આપે છે. દિશા-નિર્દેશમાં કહેવાયું છે કે છૂટની સુવિધા વર્તમાન યોજનાઓ પર એ બધા વર્તમાન અને સંભવિત ગ્રાહકોને આપશે, જે એડવાન્સ પેમેન્ટ કરવા ઇચ્છતા હોય.

વીમા નિયામકે એ પણ કહ્યું છે કે એડવાન્સ પ્રીમીયમ મળ્યાની તારીખ અને પ્રીમીયમ ચૂકવવાની તારીખ વચ્ચે પોલીસી ધારક સાથે કોઇ દુર્ઘટના થાય તો દાવો ચૂકવવાની તારીખ સુધીનું એડવાન્સ પ્રીમીયમ અને તેના પર જમા થયેલ વ્યાજ પોલીસી ધારક અથવા લાભાર્થીને પાછું આપવું પડશે.

(11:35 am IST)