Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

કેરળના કોઝીકોડમાં પેસેન્જર ટ્રેનમાંથી જિલેટિનની ૧૦૦ સ્ટીક, ૩૫૦ ડિટોનેટર જપ્ત : મહિલાની ધરપકડ

કોઝીકોડ તા. ૨૬ : કેરળના કોઝીકોડ રેલવે સ્ટેશન પર ચેન્નઈ મંગલાપુરમ એકસપ્રેસમાંથી વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રેલવે સુરક્ષા દળોએ ટ્રેનમાંથી ૧૦૦થી વધુ જિલેટિનની સ્ટીક અને ૩૫૦ ડિટોનેટર જપ્ત કર્યા છે. આ મામલામાં એક મહિલાની ધરપકડ પણ કરવામાં આવી છે.

ટ્રેનમાં વિસ્ફોટક મળ્યા બાદ એક મહિલા મુસાફરની ધરપકડ કરવામાં આવી છે, જે તમિલનાડુની હોવાનું કહેવાઈ રહ્યું છે. મહિલાની સીટની નીચેથી વિસ્ફોટક મળી આવ્યા છે. મહિલાએ સ્વીકાર કર્યો છે કે તે કૂવો ખોદવાના ઉદ્દેશ્યથી જિલેટિનની સ્ટીક લઈને આવી હતી.

જિલેટિન એક પ્રકારનો વિસ્ફોટક છે જેને લિકિવડ કે સોલિડ ફોર્મમાં ઉપયોગ કરવામાં આવે છે. તે ગન-કાટન ફેમિલીનો વિસ્ફોટક માનવામાં આવે છે. ભારતમાં આ વિસ્ફોટકનો ઉપયોગ પહાડોને તોડવા અને ખાણમાં કરવામાં આવે છે. ભારતમાં તેને લાઇસન્સની સાથે રાખવાની મંજૂરી છે પરંતુ તેની માત્રા અને ઉપયોગ સરકાર નિર્ધારિત કરે છે.

(12:54 pm IST)