Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

મુકેશ અંબાણી પરિવારને નથી મળ્યો કોઇ ધમકીભર્યો પત્ર : મુંબઇ પોલીસનો ખુલાસોઃ વિસ્ફોટક સાથે લદાયેલ કારના માલિકની ઓળખ જાહેર થઇ

મુંબઇઃ મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી સ્કોર્પિયા કારના માલિકની ઓળખ અને અંબાણી પરિવારને પત્રમાં મળેલ ધમકી અંગે મુંબઇ પોલીસે એક મોટો ખુલાસો આજે બપોરે ૩.૪૫ કલાકે કર્યો છે અને કહ્યુ છે કે, અંબાણી પરિવારને કોઇ ધમકીભર્યો પત્ર કે કોલ નથી મળ્યોઃ મુંબઇ પોલીસે જીલેટીનની સ્ટીક સાથેની કારના માલિકની ઓળખ મેળવી લીધી છેઃ પોલીસે જણાવ્યુ છે કે કારના ચેસીસના નંબર ભુંસવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ વાસ્તવિક માલિકની ઓળખ કરી લેવામાં આવી છે

(4:02 pm IST)