Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી કેમ ? ચૂંટણી આયોગે સુરક્ષાનું કારણ આગળ ધર્યું

આસામમાં ત્રણ તબક્કામાં તેમજ તમિલનાડુ , પોંડિચેરી, અને કેરળમાં એક જ તબક્કામાં મતદાન

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, પોન્ડિચેરી અને કેરળ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે. ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સ કરીને તારીખોની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન થશે. બંગાળમાં 27 માર્ચના પહેલા તબક્કાનું મતદાન થશે. બીજા તબક્કામાં 1 એપ્રિલના મતદાન થશે. બંગાળમાં 8 તબક્કામાં મતદાન અને આસામમાં 3 તબક્કાના મતદાન સિવાય પોંડિચેરી, તમિલનાડુ અને કેરળમાં એક જ તબક્કામાં મતદાન થશે.

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી કરાવવાને લઇને ચૂંટણી પંચે સુરક્ષાનું કારણ આગળ ધર્યું છે.

ચૂંટણી પંચે કહ્યું કે, રાજ્યમાં 2 સ્પેશિયલ ઑબ્ઝર્વર પણ તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં 8 તબક્કાની વોટિંગ થશે. 27 માર્ચના પહેલા તબક્કાનું મતદાન, 1 એપ્રિલના બીજા તબક્કાનું, 6 એપ્રિલના ત્રીજા, 10 એપ્રિલના ચોથા, 17 એપ્રિલના પાંચમાં, 22 એપ્રિલના છઠ્ઠા તબક્કાનું વોટિંગ, અને 26 એપ્રિલના સાતમા અને 29 એપ્રિલના આઠમા તબક્કાનું મતદાન થશે.

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી કરાવવાને લઇને ચૂંટણી પંચે સુરક્ષાનું કારણ આગળ ધર્યું છે.ચૂંટણી પંચે કહ્યું કે, રાજ્યમાં 2 સ્પેશિયલ ઑબ્ઝર્વર પણ તૈનાત કરવામાં આવ્યા છે.   

 અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં 8 તબક્કાની વોટિંગ થશે. 27 માર્ચના પહેલા તબક્કાનું મતદાન, 1 એપ્રિલના બીજા તબક્કાનું, 6 એપ્રિલના ત્રીજા, 10 એપ્રિલના ચોથા, 17 એપ્રિલના પાંચમાં, 22 એપ્રિલના છઠ્ઠા તબક્કાનું વોટિંગ, અને 26 એપ્રિલના સાતમા અને 29 એપ્રિલના આઠમા તબક્કાનું મતદાન થશે.

પશ્ચિમ બંગાળ વિધાનસભાની 294 સીટો માટે આ વખતે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. અહીં મુખ્ય ટક્કર બીજેપી અને મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કૉંગ્રેસની વચ્ચે છે. 2014માં ફક્ત 2 લોકસભા સીટો જીતનારી બીજેપીએ 2019ની લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 42 લોકસભા સીટોમાંથી 18 જીતી. 2014માં 42માંથી 34 સીટો જીતનારી ટીએમસીને 2019માં ફક્ત 22 સીટો મળી હતી. 2016માં પશ્ચિમ બંગાળમાં 4 એપ્રિલથી 5 મેની વચ્ચે 6 તબક્કામાં ચૂંટણી કરાવવામાં આવી હતી.

આસામમાં 3 તબક્કામાં વિધાનસભા ચૂંટણી થશે. પહેલા તબક્કામાં 47 સીટો પર 27 માર્ચથી વોટિંગ થશે. બીજા તબક્કાની 49 સીટો પર 1 એપ્રિલના વોટિંગ થશે. ત્રીજા તબક્કાની 40 સીટો પર 6 એપ્રિલના વોટિંગ થશે અને તમામ જગ્યાઓ પર 2 મેના પરિણામો જાહેર થશે. તો કેરળમાં 14 જિલ્લાની 140 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં 6 એપ્રિલના ચૂંટણી થશે. પોન્ડિચેરીમાં 6 એપ્રિલના વોટિંગ થશે અને 2 મેના પરિણામો આવશે.

તમિલનાડુ અને કેરળમાં ફક્ત એક જ તબક્કામાં મતદાન થશે. અહીં મતદાન 6 એપ્રિલના થશે. આ જ રીતે કેરળમાં પણ 6 એપ્રિલના જ મતદાન થશે. પોંડિચેરીમાં એક તબક્કામાં જ મતદાન થશે અને 2 મેના પરિણામો આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે આ મારી અંતિમ પ્રેસ કૉન્ફરન્સ હશે. 30 એપ્રિલના તેઓ રિટાયર્ડ થઈ રહ્યા છે.

(7:52 pm IST)