Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2024

શ્રીરામ નામ અને શ્રી રામકથા મહામંત્ર છેઃ પૂ. મોરારીબાપુ

અયોધ્‍યામાં આયોજીત ‘માનસ રામ મંદિર' શ્રી રામકથાનો આજે ત્રીજો દિવસ

રાજકોટ તા.૨૬: પૂ.મોરારીબાપુના વ્‍યાસાસને શનીવાર સાંજથી તીર્થ ક્ષેત્ર પુરણ બાગ, બીજૈસી, પાલી માર્ગ, અયોધ્‍યા ખાતે રામકથા શરૂ થઇ છે. અયોધ્‍યા ખાતે ‘‘માનસ રામ મંદિર'' ના શીર્ષક નીચે રામકથાના પ્રારંભે અયોધ્‍યા શ્રી રામ મંદિર ટ્રસ્‍ટના કોષોધ્‍યક્ષ પુ.ગોવિંદગીરી મહારાજ તથા સંતોએ પ્રવચન કર્યુ હતું. પુ.ગોવિંદગીરી મહારાજે જણાવ્‍યું હતું કે સંસ્‍કૃતિના મુળમાં ભગવાન શ્રી રામ છે. અયોધ્‍યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ  થાય તેવી સોૈ કોઇની ઇચ્‍છા હતી જે હવે પુર્ણ થઇ છે. આજે પ્રથમ દિવસે સાંજે ૪ થી ૭ તથા ગઇકાલે તા.૨૫ ને રવિવારથી તા.૩ ને રવિવાર સુધી દરરોજ સવારે ૯:૩૦ થી બપોરના ૧:૩૦ સુધી પુ.મોરારીબાપુ શ્રીરામ કથાનું રસપાન કરાવશે.

પુ.મોરારીબાપુએ શ્રી રામકથામાં જણાવ્‍યુ હતું કે, શ્રીરામનામ અને શ્રીરામકથા મહામંત્ર છે. અયોધ્‍યા ખાતે શ્રી રામ મંદિર પ્રતિષ્‍ઠા વિધી કાર્યને તેઓએ બિરદાવ્‍યુ હતું. આજે શ્રીરામ કથાનો ત્રીજો દિવસ છે.

ગઇકાલે શ્રીરામ કથાના બીજા દિવસે પુ.મોરારીબાપુએ કહયું કે, આપણો નશો કયારે થાય? અભદ્ર વાણી બોલી અને આપણે આપણો નાશ કરીએ છીએ. આપણાં પ્રમાદથી આપણો નાશ થાય છે. અને આપણને કંઇક ઉપલબ્‍ધ થયું છે. એનો ગર્વ આપણો નાશ કરે છે. સ્‍વામી શરણાનંદજી  કહેતા કે વસુથી વસ્‍તુ મહાન છે, વસ્‍તુથી વ્‍યકિત, વ્‍યકિતથી વિવેક અને વિવેકથી વેરાગ્‍ય મહાન છે. વેરાગ્‍યથી પણ વિશ્રામ મોટો છે. મુળ વાલ્‍મિકી છે અને એનું ફુલ તુલસીજી છે. બાલકાંડએ બાલમંદિર છે. અયોધ્‍યાકાંડ ભગવાનનું વિહાર મંદિર છે. આપણી સનાતની પરંપરામાં સાત મંદિર છે. રામચરિત માનસમાં અગિયાર મંદિરોની વાત કરી છે. એનો જ આ સાર એવા સાત મંદિર જેમ કેઃ રામ, કૃષ્‍ણ, લક્ષ્મીનારાયણ, મહાદેવ, દુર્ગા, હનુમાન અને ગણેશજીનું મંદિર છે. અરણ્‍યકાંડ રામનું પ્રેમમંદિર છે કારણકે વિયોગ પણ પ્રેમનો સ્‍વભાવ છે. ક્રિષ્‍કિંધાકાંડ ઋતુમંદિર છે જયાં વર્ષાઋતુ અને શરદઋતુનું વર્ણન છે. સાથે-સાથે ઋતુનું પણ વર્ણન કરેલું છે. સુંદરકાંડ વૃક્ષમંદિર છે બનબાગ ઉપવનબાટીકા... લંકાકાંડ મોક્ષમંદિર છે. જયાં મુકિત વહેંચાય છે. નવનિર્માણ માટે રામે નિર્વાણ આપેલું છે. ઉતરકાંડ વિશ્રામ મંદિર છે. મંદિર વિષય લઇ અને ત્રણ-ચાર કથાઓ કરેલી છે. વોશિંગ્‍ટનમાં, એ પછી પોરબંદરમાં હરિ મંદિર, રાજુલામાં આરોગ્‍ય મંદિર માટે થઇ પણ અહીં રામ મંદિરની કથા છે.

(4:46 pm IST)