Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2024

કેરળના અટ્ટુકલ મંદિરે લાખો મહિલાઓની યોજાઇ વાર્ષિક સભાઃ ૧૦ કિમીમાં ચુલા ઉપર બનાવ્‍યો પ્રસાદ

કેરળના તિરૂવનંતપુરના અટ્ટુકલ ભગવતી દેવી મંદિર ક્ષેત્રમાં અટ્ટુકલ પોંગલ લાખો મહિલાઓએ બનાવ્‍યું હતુ. આ કાર્યક્રમમાં ૧૯૯૭થી ગીનીસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડસમાં મહિલાઓની સૌથી મોટી વાર્ષિક સભાના રૂપમાં સામેલ છે. મંદિરને મહિલાઓનું સબરીમાલા પણ કહેવામાં આવે છે. આ પાયસમની જેમ એક પ્રકારનું પકવાન છે. મંદિર ક્ષેત્રના લગભગ ૧૦ કિ.મી. વિસ્‍તારમાં રસ્‍તાઓના કિનારે ઇંટનો ચુલો બનાવી મહિલાઓ માટીના વાસણોમાં તૈયાર ચોખા, ગોળ, નારીયેલ અને બદામથી આ પકવાન બનાવે છે. પુજારી દ્વારા દરેક વાસણમાં તીર્થ (મંદિરનું પવિત્ર જળ)નો છંટકાવ કરતા પકવાન પ્રસાદ બની જાય છે.

(4:47 pm IST)