Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2024

આ ૯૯.૪૫ લાખ રૂપિયાના ડોગીનો માસિક ડાયટ-ખર્ચ છે ૨૯,૦૦૦ રૂપિયા

ન્‍યુયોર્ક, તા.૨૬: અમેરિકન કૅનલ ક્‍લબના એક અભ્‍યાસ મુજબ છેલ્લા દાયકામાં વિશ્વભરમાં ફ્રેન્‍ચ બુલડૉગની માગમાં ૧૦૦૦ ટકાનો વધારો થયો છે અને ગોલ્‍ડન રીટ્રીવરને પછાડીને એ વિશ્વની સૌથી પૉપ્‍યુલર ડૉગ બ્રીડ બની છે. જોકે રાતોરાત લોકપ્રિયતાને કારણે ફ્રેન્‍ચ બુલડૉગનું જિનેટિક સ્‍ટ્રક્‍ચર પ્રભાવિત થયું છે અને એ વધુ પાતળા, લાંબા અને ઊંચા દેખાઈ રહ્યા છે, જે બહુ ઇચ્‍છનીય લક્ષણ નથી. આ બધાની વચ્‍ચે ફ્રેન્‍ચ બુલડૉગની બિગ રોપ વરાઇટીના ડૉગી આદર્શ લક્ષણ ધરાવે છે અને એમાંય એક ડૉગી એવો છે જે એના જિનેટિક્‍સને કારણે કદાચ વિશ્વનો સૌથી મોંઘો ફ્રેન્‍ચ બુલડૉગ હશે.

આ ડૉગ કદમાં નાનો, કૉમ્‍પેક્‍ટ, મોટું ચોરસ માથું અને તાાયુબદ્ધ શરીર ધરાવે છે. કોલમ્‍બિયામાં જુલિયન મૉન્‍ટોયા પાસે આ ડૉગી છે જેનું નામ છે રોપ ડૅડી. ક્રીમ-બ્રાઉન રુંવાટી, સોનેરી આંખો અને તમામ આદર્શ લક્ષણ ધરાવતા આ ડૉગીની કિંમત લગભગ ૧,૨૦,૦૦૦ ડૉલર એટલે કે ૯૯.૪૫ લાખ રૂપિયા છે. જુલિયન રોપ ડૅડીના ડાયટ માટે લગભગ માસિક ૨૯,૦૦૦ રૂપિયા ખર્ચે છે. અન્‍ય ફ્રેન્‍ચ બુલડૉગ વરાઇટી કરતાં બિગ રોપ અત્‍યંત ફ્રેન્‍ડલી અને પ્રમાણમાં શાંત હોય છે અને તેમના હેલ્‍થપ્રરિલેટેડ ઇશ્‍યુની શકયતા પણ ઓછી હોય છે.

(4:48 pm IST)