Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

અમેરિકામાં પાંચ વર્ષની માયા સ્નેહલ પટેલની હત્યાના ગુનામાં ૩૫ વર્ષના જોસેફ લી સ્મિથને ૧૦૦ વર્ષની આકરી મજૂરી સાથે જેલ સજા ફટકારી

અમેરિકામાં ભારતીય મૂળની પાંચ વર્ષની બાળકી માયા પટેલની હત્યા માટે દોષિત જાહેર થયેલ આરોપી ૩૫ વર્ષના જોસેફ લી સ્મિથને ૧૦૦ વર્ષની આકરી મજૂરી સાથેની સજા ફટકારવામાં આવી છે. માયાના માતા અને પિતા વિમલ અને સ્નેહલ પટેલ આ હોટલના માલિક છે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહે છે.

અમેરિકાના લુઈસિયાનામાં ૨૦૨૧ માં ૫ વર્ષની માયા પટેલ હોટલના રૂમમાં રમતી હતી ત્યારે અચાનક એક ગોળી તેના માથામાં લાગી જેનાથી ૩ દિવસ પછી તેનું મૃત્યુ થયું. ચાલુ કેસ દરમિયાન કોર્ટને ખબર પડી કે આરોપી જોસેફને બીજી વ્યક્તિ સાથે ઝઘડો ચાલતો હતો તેમાં તેણે ગોળી ચલાવી અને તે ગોળી બાજુના રૂમમાં રમી રહેલી માયાના માથામાં લાગી હતી.

(10:39 pm IST)