Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

ભારતમાં સોના-ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો

સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૧૦ રૂપિયા ઘટ્યું : સોના-ચાંદીની માગમાં સુસ્તીને પરિણામે કિંમતોમાં ઘટાડો

નવી દિલ્હી, તા. ૨૫ : સોના અને ચાંદીની માંગમાં સુસ્તી આવવાને કારણે બન્ને ધાતુની કિંમતમાં ઘટાડો યથાવત છે. રવિવારે કારોબારમાં સોનાના ભાવમાં ફરી સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. સ્થાનીક સોની બજારમાં માંગ સુસ્ત પડવાથી સોનું ૧૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ ઘટી ૪૬૨૫૦ રૂપિયા થઈ ગયું છે. તેના પાછલા સત્રમાં સોનાનો ભાવ ૪૬૩૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ થયો હતો. આ ભાવ વેબસાઇટ ગુડ રિટર્ન પ્રમાણે છે. જો મહાનહરોની વાત કરીએ તો તાજા ભાવ અનુસાર દિલ્હીમાં ૨૨ કેરેટ સોનાની કિંમત ૪૬૨૫૦ અને ૨૪ કેરેટ સોનાની કિંમત  ૫૦,૪૭૦ ચાલી રહી છે.

મુંબઈમાં ૨૨ કેરેટ સોનું ૪૪૯૫૦ અને ૨૪ કેરેટ સોનું ૪૫૯૫૦ પર ચાલી રહ્યું છે. કોલકત્તામાં ૨૨ કેરેટ સોનું ૪૭૪૪૦ રૂપિયા છે, તો ૨૪ કેરેટ સોનું ૪૯૭૧૦ રૂપિયા છે. ચેન્નઈમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. અહીં ૨૨ કેરેટ સોનાની કિંમત ૪૪૭૭૦ અને ૨૪ કેરેટ સોનાની કિંમત ૪૮૮૪૦ રૂપિયા છે. આ કિંમત પ્રતિ ૧૦ ગ્રામ સોનાની છે.

સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ તે ખુબ સામાન્ય છે. આજે બજારમાં ચાંદીનો ભાવ ૬૮ હજાર ૭૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. જો અલગ-અલગ શહેરોમાં ચાંદીની વાત કરીએ તો દિલ્હીમાં ચાંદી ૬૮૭૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. મુંબઈ અને કોલકત્તામાં પણ આજ ભાવ છે. પરંતુ ચેન્નઈમાં ૭૪ હજાર પ્રતિ કિલો ભાવ પહોંચી ગયો છે.

બજાર નિષ્ણાંતોએ સોનાની વાયદા કિંમતોમાં ઘટાડો આવવાનું કારણ કારોબારીઓ દ્વારા પોતાના સોદામાં ઘટાડા કરવાને જણાવ્યું છે.

(12:00 am IST)