Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

દેશમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ :રાત્રે 11 વાગ્યા સુધીમાં નવા 3,52 લાખથી વધુ કેસ : 28.9 લાખથી વધુ એક્ટીવ કેસ : વધુ 2688 દર્દીના મોત :2.14 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 66.191 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 35,311 કેસ, દિલ્હીમાં 22,933 કેસ, કર્ણાટકમાં 34,804 કેસ, કેરળમાં 28,469 કેસ, છત્તીસગઢમાં 12,666 કેસ, રાજસ્થાનમાં 15,809 કેસ, મધ્યપ્રદેશમાં 13,601 કેસ,ગુજરાતમાં 14,296 કેસ, બિહારમાં 12,795 કેસ, તામિલનાડુમાં 15,659 કેસ,પશ્ચિમ બંગાળમાં 15,889 કેસ, આંધ્રપ્રદેશમાં 12,634 કેસ, હરિયાણામાં 10,985 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 3.52,541 નવા કેસ નોંધાયા છે 

 એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 2688 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,94,998 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 3.52,541 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 1,73,04,308 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 28,09,308  લાખે પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 2.14,712 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  1.42,92,791 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં  મહારાષ્ટ્રમાં સૌથી વધુ 66.191 નવા કેસ નોંધાયા છે જયારે ઉત્તર પ્રદેશમાં 35,311 કેસ, દિલ્હીમાં 22,933 કેસ, કર્ણાટકમાં 34,804 કેસ, કેરળમાં 28,469 કેસ, છત્તીસગઢમાં 12,666 કેસ, રાજસ્થાનમાં 15,809 કેસ, મધ્યપ્રદેશમાં 13,601 કેસ,ગુજરાતમાં 14,296 કેસ, બિહારમાં 12,795 કેસ, તામિલનાડુમાં 15,659 કેસ,પશ્ચિમ બંગાળમાં 15,889 કેસ, આંધ્રપ્રદેશમાં 12,634 કેસ, હરિયાણામાં 10,985 કેસ નોંધાયા  છે

(9:29 am IST)