Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

કોરોનાકાળમાં લોકોએ જીંદગીથી હાર નથી માનીઃ આપઘાતના બનાવો ઘટયા

ગયા વર્ષના મુકાબલે આપઘાતના પ્રમાણમાં ૧૧ ટકાનો ઘટાડો

નવી દિલ્હી, તા.૨૬: કોરોનાકાળમાં મુશ્કેલીઓ વચ્ચે લોકોએ જીંદગીથી હાર નથી માની. નિષ્ણાતોએ સંશોધનના આધારે દાવો કર્યો છે કે કોરોના સંક્રમણના કેસ વધવા છતાં આત્મહત્યાની ઘટનાઓ ગયા વર્ષની સરખામણીએ ૧૧ ટકા ઘટી છે.

૨૧ દેશો પર થયેલા સંશોધનમાં જણાયું છે કે વર્ષ ૨૦૧૯ના મુકાબલે ૨૦૨૦માં આત્મહત્યાની ઘટનામાં ૧૧ ટકાનો ઘટાડો નોંધાયો હતાં. રિપોર્ટ અનુસાર ૨૦૨૦માં એપ્રિલ અને જુના દરમ્યાન જેટલી આત્મહત્યાની આશંકા વ્યકત થઇ હતી તેનાથી ૧૦ ટકા ઓછા લોકોએ જીવ દીધો હતો. આ મહિનાના ગાળામાં વર્ષ ૨૦૧૯ની તુલનાએ ૭ ટકા ઓછા લોકોએ જીવ આપવાનો માર્ગ પસંદ કર્યો હતો.

આપઘાતના બનાવો ઘટયા તેની પાછળનું એક કારણ નથી. આ દરમાં ઘટાડાથી એ બાબત સ્પષ્ટ થઇ છે કે, મોટા પાયે ફેલાયેલા શોકથી લોકો વ્યકિતગત સ્તરે દુઃખી નથી થતા એક અન્ય કારણ એ પણ હોય શકે છે કે, મહામારી દરમ્યાન કેટલાક દેશોએ પોતાના લોકોની ઘણી મદદ કરી તેથી પણ આપઘાતની નોબત આવી નહોતી.

(10:29 am IST)