Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

મહારાષ્ટ્રમાંથી ૯ લાખ લોકો પલાયનઃ ૮૨ હજાર કરોડનું નુકસાન

કોરોનાની બીજી લહેરથી અર્થતંત્રને ગંભીર ફટકો

મુંબઇ તા. ૨૬ : દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે અને બીજી બાજુ અર્થતંત્રને હળવે-હળવે ભયંકર ફટકા લાગવાની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં ભારે ગંભીર પરિસ્થિતિનું નિમર્ણિ થયું છે કારણ કે અત્યાર સુધીમાં નવ લાખ જેટલા મજુરો અને કારીગરોએ મહારાષ્ટ્ર છોડી દીધું છે.

મહારાષ્ટ્ર ને રૂપિયા ૮૨ હજાર કરોડની ભયંકર નુકસાન થવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે અને હિજરત હજુ પણ ચાલુ જ રહેશે તો તેની ગંભીર અસર દેશના અર્થતંત્ર પર પણ પડવાની છે અને વધુ પડકારજનક હાલતનો સામનો કરવાનો છે તેવી ચેતવણી અર્થતંત્ર ની સલાહ આપી છે.

એક સર્વેમાં એવી હકીકત બહાર આવી છે કે એપ્રિલ માસના પ્રારંભિક ૧૨ દિવસોમાં નવ લાખ જેટલા મજૂરો અને કારીગરો એ મહારાષ્ટ્ર છોડીને પોતાના વતનની વાટ પકડી લીધી હતી. આ લોકોને પહેલા નો અનુભવ ભારે પડી ગયો હતો માટે સમગ્ર દેશમાં લોકડાઉન લાગી જશે તેમ માનીને હિજરત શરૂ થઈ ગઈ હતી.

એસબીઆઇના રિપોર્ટ મુજબ ૧ થી ૧૨ એપ્રિલ ની વચ્ચે વેસ્ટન રેલ્વે તરફથી ૧૯૬ જેટલી ટ્રેનો દોડાવવામાં આવી હતી અને તેમાં ૪.૩૨ લાખ લોકોએ મુસાફરી કરી હતી અને આ પૈકીની ૧૫૦ ટ્રેનો ફકત ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ ગઇ હતી એટલે કે મોટાભાગના મજૂરો અને કારીગરોએ મહારાષ્ટ્ર છોડી દીધું હતું.

ઉપરોકત સમયગાળા દરમિયાન સેન્ટ્રલ રેલવે દ્વારા દોડાવવામાં આવેલી ૩૩૬ ટ્રેનોમાં ૪.૭૦ લાખ મુસાફરોએ મહારાષ્ટ્ર થી પોતાના વતન એટલે કે ઉત્ત્।ર પ્રદેશ અને બિહાર તરફ આગેકૂચ કરી હતી અને તેમણે રાજય છોડી દીધું હતું અને મહારાષ્ટ્રને કુલ રૂપિયા ૮૨ હજાર કરોડની ખોટ જવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે.

(3:51 pm IST)