Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

સત્ય નડેલા પણ આગળ આવ્યા

ભારતની મદદે આવ્યું ગૂગલ : સુંદર પિચાઇએ ૧૩૫ કરોડની મદદ કરી જાહેર

નવી દિલ્હી તા. ૨૬ : ભારતમાં કોરોનાએ મચાવેલા તાંડવને જોઇને દરેક જગ્યાએથી મદદનો હાથ લાંબો થયો છે. અનેક દેશો તેમજ મહાન હસ્તિઓ ભારતમાં મેડીકલ ઓકસીજન તેમજ અન્ય સંશાધનોની અછતને પૂર્ણ કરવા માટે સામે આવ્યા છે. ગુગલના સીઇઓ સુંદર પિચાઇ તેમજ માઇક્રોસોફટના સીઇઓ સત્ય નડેલાએ દેશમાં કોરોનાના કારણે પેદા થયેલા સંકટ અંગે સુંદર પિચાઇએ ચિંતા વ્યકત કરી છે અને મદદ માટે ૧૩૫ કરોડ રૂપિયાના ફંડનું એલાન કર્યું છે.

સુંદર પિચાઈએ કહ્યું ગૂગલે ૧૩૫ કરોડ રુપિયા ફંડ આપવાનો નિર્ણય કર્યો છે. તો સત્ય નાડેલાએ રાહતના ઉપાયોમાં મદદ કરવાનો વાયદો કર્યો છે. ભારતમાં કોરોનાની બીજી લહેરમાં આવેલી તેજીને જોતા વિશ્વ સ્તર પર આઈટી સેકટરની દિગ્ગજ કંપનીઓમાં સામેલ ભારતીય મૂળના સીઈઓએ ચિંતા વ્યકત કરી છે. માઈક્રોસોફટના સીઈઓ સત્ય નાડેલાએ ભારતની કોવિડ સ્થિતિને જોઈ દુઃખ વ્યકત કર્યુ છે.ત્યારે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ મદદનો વાયદો કર્યો છે.

સત્ય નાડેલાએ કહ્યું કે કોરોના વાયરસ મહામારીની બીજી લહેરને કારણે ભારતમાં ઉત્ત્।પન્ન થયેલી સ્થિતિ તે ઘણા દુઃખી છે અને રાહતના ઉપાયોમાં મદદ કરવાનો વાયદો કરે છે. નાડેલાએ પોતાના ટ્વીટમાં કહ્યુ છે કે હું ભારતની વર્તમાન સ્થિતિથી બહું દુઃખી છુ. હું આભારી છુ કે અમેરિકન સરકાર મદદ કરવામાં જોડાઈ છે. માઈક્રોસોફટમાં રાહતના પ્રયાસોમાં મદદ માટે પોતાનો અવાજ, સંસાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ ચાલુ રાખશે.

સુંદર પિચાઈએ ટ્વીટમાં કહ્યુ તે ભારતમાં કોરોનાનું સંકટ જોતા ગૂગલે ૧૩૫ કરોડ રુપિયા ફંડ આપવાનો નિર્ણય કર્યો છે. આ ફંડ ‘Give India’ અને યૂનિસેફના માધ્યમથી ભારતને મળશે.

‘Give India’ને આપવામાં આવેલુ ફંડથી એ લોકોને આર્થિક મદદ આપવામાં આવશે જે કોરોનાના કારણે સૌથી વધારે અસરકારક થયા છે. જેથી તે પોતાના રોજબરોજનો ખર્ચ ઉઠાવી શકે. આ બાદ યૂનિસેફના માધ્યમથી ઓકિસજન અને ટેસ્ટિંગ સાધનો સહિત અન્ય મેડિકલ સપ્લાય આપવામાં આવશે. ગૂગલના કર્મચારીઓ ભારત માટે ડોનેશન માટે અભિયાન ચલાવી રહ્યા છે . અત્યાર સુધીમાં ૯૦૦ ગૂગલના કર્મીઓએ ૩.૭ કરોડ રુપિયાનું ફંડ ભેગુ કર્યુ છે.

(3:52 pm IST)