Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

એક એવો કોરોના ફાઇટર જેણે યોગ અને ભોજન દ્વાર હરાવ્‍યો કોરોનાને

રાંચીઃ રાંચી ખાતેની ડીએવી હેહલ સ્‍કુલના ગણીતના સીનીયર શિક્ષક સંજયકુમાર શર્મા કહે છે. કે મને કોરોના થયો હતો હું નિયમિત રીતે અનુલોમ-વિલોમ,ભ્રામરી, પ્રાણાયામ કરતો રહ્યો તેનાથી ઓકસીજન લેવલ ન ઘટયું જમવામાં સ્‍વાદ ન હોતો આવતો પણ મેં ભોજન ઓછુ ન કર્યું વધારી દીધું તેનાથી મને શકિત મળી અને મે યોગનો સમય વધારી દીધો ડોકટરની સુચનાઓનું સો ટકા પાવન કર્યુ. ત્‍યાર પછી મને મારામં વિશ્વાસ આવી ગયો કે મને કંઇ નહી થાય હું માનસિક રીતે મજબુત રહ્યો પછી કોરોના ભાગી ગયો. તેમણે કહ્યું કે હું કયારેય નિરાશ ન હોતો થયો મને યોગ, દવા અને દુઆ પર વિશ્વાસ હતો મારા સ્‍વજનો કેટલીય વાર મને હોસ્‍પીટલમાં દાખલ કરવા તૈયાર થઇ ગયા હતા પણ મેં કહી દીધું કે મને કંઇ નહી થાય અને હું બહુ જલ્‍દી મારા કામ પર પાછો ફરીશ.

 

(4:08 pm IST)