Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

ગુજરાત સહિત આઠ રાજ્યોમાં કોરોનાનો સૌથીવધુ કહેર : 1 લાખથી વધુ એક્ટિવ કેસ

ઓક્સીજનનો વિવેકપૂર્ણ ઉપયોગ બહુ મહત્વપૂર્ણ : ડૉ રણદીર ગુલેરિયા

નવી દિલ્હી :  દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકવાનું નામ જ નથી લઇ રહ્યું આખા દેશમાં યૂપી, મહારાષ્ટ્ર સહિત આઠ રાજ્યો એવા છે જ્યાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 1 લાખથી વધારે છે. આરોગ્ય મંત્રાલયે સોમવારે કહ્યુ યૂપી,મહારાષ્ટ્ર ,યૂપી ,કર્ણાટક,કેરલ,રાજસ્થાન ,છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ રાજ્ય છે જ્યા એક વર્ષથી સૌથી વધારે સક્રિય કેસ છે.

ગૃહમંત્રાલયના અધિક સચિવે કહ્યું કે ભારત ખરીદીને અથવા ભાડે ઓક્સીજન ટેન્કર મંગાવી રહ્યું છે. ઓક્સીજન ટેન્કરનું પરિવહન એક મોટો પડકાર છે. રીયલ ટાઇમ ટ્રેકિંગનો ઉપયોગ કરતા ઓક્સીજન ટેન્કરના આવાગમનનું નિરીક્ષણ કરે છે.

 એઇમ્સના નિદેશક ડૉ રણદીર ગુલેરિયાએ કહ્યું કે અમે કેસની સંખ્યા ઓછી કરવે પડશે અને હૉસ્પિટલના સંસાધનોનો સારી રીતે ઉપયોગ કરવો પડશે ઓક્સીજનનો વિવેકપૂર્ણ ઉપયોગ બહુ મહત્વપૂર્ણ છે.

(7:37 pm IST)