Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

બુર્જ ખલિફા પર લાઈટ્સથી ભારતીય તિરંગો લહેરાવાયો

ભારતમાં કોરોનાના વધતા કેસમાં હિંમત આપવાની પહેલ : કોરોનામાં ભારતની પડખે ઊભી રહેવા ઘણા દેશો આગળ આવ્યા, ભારતીય એમ્બેસીનો ૧૭ સેકન્ડનો વીડિયો શેર

અબુ ધાબી, તા. ૨૬ : દુબઈમાં આવેલી ગગનચૂંબી બુર્જ ખલિફા ઈમારત પર લાઈટ દ્વારા તિરંગો લહેરાતો જોવા મળ્યો. ભારતમાં વધતા કોરોના કેસ સામે હિંમત આપવા માટે ભારતીય ધ્વજની લાઈટ બુર્જ ખલિફા પર ઝગમગતી કરવામાં આવી હતી.

રવિવારે ભારતીય એમ્બેસી દ્વારા કરવામાં આવેલી ટ્વિટમાં અંગેની માહિતી આપવામાં આવી છે. જેમાં અબુ ધાબીમાં રહેલી ભારતીય એમ્બેસીએ ૧૭ સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં બુર્જ ખલિફા પર તિરંગાની ઝલક જોવા મળી રહી છે. પછી અંતમાં ઈંજી્છરૂજી્ઇર્ંદ્ગય્ૈંદ્ગડ્ઢૈંછ પણ લખવામાં આવ્યું છે.

દુબઈમાં બુર્જ ખલિફા દુનિયાની સૌથી વિશાળ ઈમારત છે જેની ઊંચાઈ ૮૨૯. મીટર છે. ભારતમાં સતત કોરોનાના વધતા કેસના કારણે સ્થિતિ વણસી રહી છે. બીજી લહેર ભારતમાં વધારે ખતરનાક સાબિત થઈ રહી છે જેમાં પાછલા ૨૪ કલાકમાં સાડા લાખ કરતા વધારે કોરોના કેસ નોંધાયા છે.

ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાન વાયરસના વધુ ,૫૨,૯૯૧ કેસ નોંધાયા છે, ૨૪ કલાકમાં વધુ ૨૮૧૨ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ,૧૯,૨૭૨ લોકો કોરોનાને હરાવીને સાજા થઈ ગયા છે.

ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો ,૭૩,૧૩,૧૬૩ થઈ ગયો છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ,૪૩,૦૪,૩૮૨ થઈ ગઈ છે. જ્યારે કુલ કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો આંકડો ,૯૫,૧૨૩ થઈ ગઈ છે. જ્યારે દેશમાં સતત કોરોનાના નવા કેસ વધવાના કારણે એક્ટિવ કેસની સંખ્યા ૨૮,૧૩,૬૫૮ થઈ ગઈ છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ કોરોના વેક્સીનના ૧૪,૧૯,૧૧,૨૨૩ ડોઝ આપવામાં આવ્યા છે.

(8:02 pm IST)