Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

એક સમયે સ્‍ટેટસ સિમ્‍બોલ ગણાતી એમ્‍બેસેડર આગામી બે વર્ષમાં ફરીથી ભારતના રસ્‍તાઓ પર દોડશે, નવા લૂક સાથે કરાશે લોન્‍ચ

કારમેકર ફ્રેન્‍ચ કંપની સાથે મળી એમ્‍બેસેડરને નવા લૂક સાથે લોન્‍ચ કરવા પર કામ કરી રહ્યા છે : ૨૦૧૪માં ભારતના સૌથી જૂના કાર મેકર્સ HMએ એમ્‍બેસેડરનું પ્રોડક્‍શન બંધ કર્યું હતું

કોલકાતા, તા.૨૬: એમ્‍બેસેડર જે એક સમયે ‘વ્‍હીલ્‍સ ઓફ ઈન્‍ડિયા' કહેવાતી હતી, તે આગામી બે વર્ષમાં ફરીથી ભારતના રસ્‍તાઓ પર દોડતી જોવા મળી શકે છે. હિંદ મોટર ફાયનાન્‍શિયલ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા (HMFCI) અને ફ્રેન્‍ચ કાર મેકર Peugeot સંયુક્‍ત રીતે એમ્‍બીઃના ડિઝાઈન અને એન્‍જિન પર કામ કરી રહ્યું છે, જેને નવા અવતારમાં રજૂ કરવામાં આવશે. આઈકોનિક કાર બ્રાન્‍ડનું નવું મોડલ હિંદુસ્‍તાન મોટર્સના (HM) ચેન્નઈ સ્‍થિત પ્‍લાન્‍ટમાંથી બહાર પાડવામાં આવશે, જે સીકે બિરલા ગ્રુપની સહયોગી કંપની HMFCI હેઠળ કાર્યરત છે. HMના ડિરેક્‍ટર ઉત્તમ બોસે બુધવારે અમારા સહયોગી ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડિયા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે, નવા લૂકમાં એમ્‍બીને રજૂ કરવા માટે કામ ચાલી રહ્યું છે. નવા એન્‍જિન માટે મિકેનિકલ અને ડિઝાઈન વર્ક એડવાન્‍સ સ્‍ટેજમાં પહોંચી ગયું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

HMના ચેન્નઈ સ્‍થિત પ્‍લાન્‍ટનો ઉપયોગ એક સમયે મિત્‍સુબિશી કારના ઉત્‍પાદન માટે થતો હતો, જ્‍યારે તેની ઉત્તરપારા ફેસિલિટીમાં એમ્‍બેસેડરનું પ્રોડક્‍શન થતું હતું. HMની ઉત્તરપારા ફેક્‍ટરીમાંથી વર્ષ ૨૦૧૪માં છેલ્લી એમ્‍બેસેડર કારનું પ્રોડક્‍શન થયું હતું. ૨૦૧૪માં ભારતના સૌથી જૂના કાર મેકર્સ HMએ ભારે દેવા અને ઓછી માગના કારણે પ્રોડક્‍શન બંધ કરી દીધું હતું. HMના માલિક સીકે બિરલા ગ્રુપે ૨૦૧૭માં ફ્રેન્‍ચ ઓટોમેકરને ૮૦ કરોડ રૂપિયામાં કાર બ્રાન્‍ડ વેચી હતી.

Peugeot ભારતમાં પગદંડો જમાવવા માટે ઉત્‍સુક છે અને ભારતના આર્થિક ઉદારીકરણની સાથે ૧૯૯૦ના મધ્‍યમાં દેશમાં પ્રવેશનાર પ્રથમ વિદેશી કાર મેકર્સમાંથી એક છે.

આઈકોનિક કાર માટે ફ્રેન્‍ચ મેકઓવર

જ્જહિંદુસ્‍તાન મોટર્સની (HM) સ્‍થાપના સ્‍વતંત્રતા પહેલા ગુજરાતના બંદર ઓખામાં થઈ હતી

જ્જ ૧૯૪૮માં, કંપનીને પશ્‍ચિમ બંગાળના ઉત્તરપારામાં ખેસડવામાં આવી હતી, જ્‍યાં એમ્‍બેસેડરનું પ્રોડક્‍શન શરૂ થયું હતું.

જ્જ આઈકોનિક બ્રિટિશ કાર મોરિસ ઓક્‍સફર્ડ (સીરિઝ III) પર આધારિત એમ્‍બેસેડર ત્રણ દશકા સુધી ભારતની બેસ્‍ટ સેલિંગ કાર હતી

જ્જ ૧૯૯૦ના મધ્‍ય સુધી એમ્‍બેસેડર કાર એ સ્‍ટેટસ સિમ્‍બોલ હતી

જ્જ પરંતુ તેનું વાર્ષિક વેચાણ ૧૯૮૦ના દશકાના મધ્‍યમાં ૨૦ હજારથી ઘટીને ૨૦૧૪માં લગભગ ૨ હજાર થઈ ગયું હતું, જ્‍યારે ઉત્‍પાદન બંધ થયું હતું

જ્જ સીકે બિરલા ગ્રુપ, ભારતના સૌથી જૂના કારમેકરના માલિકે એમ્‍બેસેડર બ્રાન્‍ડને ૨૦૧૭માં ફ્રેન્‍ચ કંપની Peugeotને ૮૦ કરોડમાં વેચી દીધી હતી.

(10:28 am IST)