Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

IAS પૂજા સિંઘલ જેલમાં : મની લોન્ડરિંગ કેસમાં 14 દિવસની લાંબી પૂછપરછ બાદ કોર્ટે જેલમાં મોકલી : આગામી સુનાવણી 8 જૂનના રોજ

રાંચી : EDની ટીમે 14 દિવસની લાંબી પૂછપરછ માટે IAS પૂજા સિંઘલને રિમાન્ડમાં લીધી હતી. 20 મેના રોજ તેને ત્રીજી વખત પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવી હતી.  ગઈકાલ બુધવારે તેની મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે. તેની આગામી રજૂઆત 8મી જૂને થશે.

મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલી IAS ઓફિસર પૂજા સિંઘલ હવે જેલમાં રાત વિતાવશે. 14 દિવસની ન્યાયિક કસ્ટડી લઈને પૂજા સિંઘલને રાંચીની હોટવાર જેલમાં મોકલવામાં આવી હતી. હવે આ કેસમાં તેમની હાજરી 8મી જૂને થશે.

અગાઉ EDની ટીમે 14 દિવસની લાંબી પૂછપરછ રિમાન્ડમાં લીધી હતી. 20 મેના રોજ તેને ત્રીજી વખત પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. આજે બુધવારે તેની મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે. રિમાન્ડની મુદત પૂરી થતાં બુધવારે તેને સ્પેશિયલ ED જજ પ્રભાત કુમાર શર્માની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ત્યાંથી તેને બિરસા મુંડા સેન્ટ્રલ જેલ હોટવાર મોકલવામાં આવી હતી. ઇડીએ 11 મેના રોજ પૂજા સિંઘલની ધરપકડ કરી હતી. EDએ પૂજાને પૂછપરછ માટે ત્રણ વખત રિમાન્ડ પર લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પૂછપરછ દરમિયાન EDને ઘણી મહત્વપૂર્ણ માહિતી મળી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:19 pm IST)