Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

વધુ એક દેશમાં મંકીપોક્‍સનો પગપેસારો : યુએઈમાં નોંધાયો પહેલો કેસ

 નવી દિલ્‍હી,તા.૨૬ સંયુક્‍ત આરબ અમિરાતમાં મંકીપોક્‍સનો પ્રથમ કેસ નોધાઈ ચુકયો છે. હેલ્‍થ ઓથોરિટીના જણાવ્‍યા અનુસાર, પヘમિ આફ્રિકાથી આવેલી એક મહિલાને મંકીપોક્‍સ થયો હોવાની જાણકારી આપી હતી. WHOના જણાવ્‍યા અનુસાર, દુનિયાના ૨૦ દેશોમાં ૧૦૦થી વધુ મંકીપોક્‍સના કેસો મળી ચુકયાં છે.

 જો કે, યુએઈના સ્‍વાસ્‍થ્‍ય પ્રશાસનની તરફથી દર્દી અંગે વધુ કોઈ જાણકારી આપવામાં આવી નથી. જો કે, પ્રશાસનની તરફથી જણાવવામાં આવ્‍યું હતું કે, સંક્રમિત મહિલાના કોન્‍ટેકમાં આવેલા લોકોનું પરીક્ષણ ચાલી રહ્યું છે. આ સાથે તેને લઈને દરેક જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે જે મંકીપોક્‍સના સંક્રમણને અટકાવી શકે અને એટલું જ નહીં. યુએઈ પ્રશાસન દ્વારા એ પણ જણાવવામાં નથી આવ્‍યું કે, કેસ કયાં નોધાયો છે.

 મંકીપોક્‍સના કેસો દુનિયાભરમાં ઝડપથી વધી રહ્યાં છે. આ સપ્તાહમાં ઈઝરાયલમાં પણ મંકી પોક્‍સના કેસની પુષ્ટી થઈ હતી. મંકીપોક્‍સના કેસો પહેલા માત્ર મધ્‍ય અને પヘમિ આફ્રિકાના લોકોમાં જોવા મળતો હતો. પરંતુ હવે તે બ્રિટેન, સ્‍પેન, પોર્ટુગલ, ઈટલી, યુએસ, સ્‍વીડન અને કેનેડામાં પણ સંક્રમણની પુષ્ટી થઈ છે. અહીંયા મોટા ભાગના કેસો યુવાનોમાં મળ્‍યાં છે. ખાસ વાત તો એ છે કે, જેમાંથી એક પણ લોકોએ અફ્રીકાની યાત્રા નથી કરી. આ વાયરસ  પ્રાઈમેટ્‍સ અને અન્‍ય જંગલી જાનવરોમાં ઉત્‍પન્ન થાય છે. સંક્રમિત દર્દીઓમાં તાવ, શરીરમાં દર્દ, ઠંડી લાગવી અને થાકના લક્ષણો દેખાઈ છે.

(3:36 pm IST)