Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

કૃષ્ણજન્મસ્થાન ટ્રસ્ટે ૧૩.૩૭ એકર જમીન પર દાવો કર્યો

સિવિલ કોર્ટમાં સુનાવણી

મથુરા, તા.૨૬ : મથુરા કૃષ્ણજન્મભૂમિ અને ઈદગાહ મસ્જિદના કેસ અંગે આજે સિવિલ કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ હતી. કૃષ્ણ જન્મસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ ૧૩.૩૭ એકર જમીન પર પોતાનો દાવો કરવામાં આવ્યો છે. કૃષ્ણ જન્મસ્થાન ટ્રસ્ટે ૧૩,૩૭ એકર જમીન જેમાં ઈદગાહવાળી જમીનનો પણ સમાવેશ થાય છે તેનો માલિકી હક દર્શાવતા દસ્તાવેજો સિવિલ કોર્ટમાં રજૂ કર્યા છે. 

કોર્ટે તે ફાઈલને રિઝર્વ રાખી લીધી છે. જોકે હજુ આ મામલે આગળની સુનાવણીની તારીખ નથી નક્કી કરવામાં આવી. શ્રી કૃષ્ણ જન્મસ્થાન ટ્રસ્ટના વકીલ મુકેશ ખંડેલવાલના કહેવા પ્રમાણે આજે તેમણે ન્યાયાલય સમક્ષ ૧૩.૩૭ એકર જમીન જેનો માલિકી હક શ્રી કૃષ્ણ જન્મસ્થાન ટ્રસ્ટના નામે છે તેના નગર નિગમ સહિતના અનેક ડોક્યુમેન્ટ કોર્ટમાં રજૂ કર્યા છે.

(8:01 pm IST)