Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ઉત્તર પ્રદેશના પૂર્વ ધારાસભ્ય વિજય મિશ્રા પર શિકંજો : પરિવાર જનોના નામે બેંકમાં જમા કરાવેલ 1 કરોડ 28 લાખ રૂપિયા જપ્ત : આગ્રામાં જેલવાસ ભોગવી રહેલા વિજય મિશ્રા વિરુદ્ધ તંત્રનું કડક પગલું

આગ્રા : આજરોજ ગુરુવારે યુપીના ભડોહી જિલ્લા વહીવટીતંત્રે પૂર્વ ધારાસભ્ય વિજય મિશ્રા પર શિકંજો કસ્યો છે. તેણે પરિવાર જનોના નામે બેંકમાં જમા કરાવેલ 1 કરોડ રૂપિયા 28 લાખ રૂપિયા જપ્ત જપ્ત કરી લેવામાં આવ્યા છે.

ગુનાહિત વિજય મિશ્રા આગ્રામાં જેલવાસ ભોગવી રહેલ છે. તે દરમિયાન પોલીસે આ માહિતી આપી છે. ભડોહી પોલીસ અધિક્ષક અનિલ કુમારે ગુરુવારે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ ધારાસભ્ય વિજય મિશ્રા, તેમના પુત્ર વિષ્ણુ મિશ્રા, પુત્રવધુ રૂપા મિશ્રા અને ગેંગના સક્રિય સભ્ય, ગિરધરી પ્રસાદ પાઠકના નામે ભડોહીની એક બેંકમાં, લાલીરા બિલ્ડિકન પ્રાઈવેટ લિમિટેડ અને ભાડોહીમાં એક બેંકમાંનવ નિર્માણ ઇન્ફ્રા. એક કરોડ, 28 લાખ, 88 હજાર નવ સો રૂપિયા હાઇટ્સ અને મૂવર્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીઓના નામે એક કરોડ, 28 લાખ, 88 હજાર નવ સો રૂપિયા જમા કરવામાં આવ્યા છે. જે જપ્ત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગેંગ સહિતના અનેક કેસોમાં વિજય મિશ્રા આગ્રા જેલમાં છે.
નોંધનીય છે કે વિજય મિશ્રાના પુત્ર વિષ્ણુ મિશ્રા ઓગસ્ટ 2020 થી ફરાર છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:35 pm IST)