Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

પેટ્રોલના ભાવમાં સરકારે હજુ માંડ રાહત આપી ત્યાં સાઉદી અરબે ટેન્શન વધાર્યું!

ભાવ વધારાને પહોચી વળવા સાઉદી અરેબિયાએ તેલનું ઉત્પાદન વધારવાને બદલે રીફાયનરીમાં નિવેશ કરવાની સલાહ આપી

નવી દિલ્હી : પેટ્રોલિયમના ભાવ વધવાના કારણે દુનિયાના તમામ દેશો મોંઘવારીની ચપેટમાં આવ્યા છે,અમેરિકામાં પણ મોંઘવારી વધી રહી છે, પરંતુ તેલના મોટા નિકાસકારો ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવા તૈયાર હોય તેવું લાગતું નથી. વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદકોમાંના એક સાઉદી અરેબિયાએ સ્પષ્ટ કર્યું છે કે તે તેલના વધતા ભાવોને રોકવા માટે કોઈ પગલાં લેશે નહીં. સાઉદીના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાનનું કહેવું છે કે તેલની કોઈ કમી નથી, તો પછી કયા આધારે કાચા તેલનું ઉત્પાદન  વધારવું જોઈએ? 

બિઝનેસ ઇનસાઇડરના રિપોર્ટ અનુસાર પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને મંગળવારે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં કહ્યું હતું  કે, "જ્યાં સુધી અમને ખબર છે, ત્યાં સુધી તેલની કોઇ કમી નથી. સાઉદી અરેબિયાએ આ બાબતમાં જે કરી શકે તે કર્યું છે." ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)ના જણાવ્યા અનુસાર સાઉદી અરેબિયા ક્રૂડ ઓઇલનો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. માર્ચમાં, આઇઇએએ તેલના વધતા જતા તેલના વધતા જતા ભાવોને અંકુશમાં લેવાના પ્રયાસરૂપે સ્ટોકમાંથી વધુ ઓઇલ આપવા માટે 10-પોઇન્ટની યોજના તૈયાર કરી હતી.

દુનિયાભરમાં તેલની કિંમતોમાં વધારો થવાનું એક મોટું કારણ રશિયા-યુક્રેન યુદ્ધ છે. રશિયા વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોમાંનો એક છે. યુક્રેનના આક્રમણને કારણે રશિયન તેલ પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, જેના કારણે વૈશ્વિક બજારમાં તેલની અછત સર્જાઇ હતી. ગત વર્ષની સરખામણીએ ક્રૂડ ઓઇલના ભાવમાં 70 ટકાનો વધારો થયો છે. ક્રુડ ઓઈલ 110 ડોલર પ્રતિ બેરલ હતું તે રશિયા-યુક્રેન યુદ્ધ બાદ હવે ક્રૂડ ઓઇલમાં 20 ટકાનો વધારો થયો છે

સાઉદીના વિદેશ મંત્રીએ વર્લ્ડ ઇકોનોમિકસ્પષ્ટ કર્યું હતું કે, તેમનો દેશ કોઇપણ રીતે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારશે નહીં. "અમારું અનુમાન એ છે કે હકીકતમાં, અત્યારે તેલનો પુરવઠો પ્રમાણમાં સંતુલિત છે. પરંતુ આપણે જે સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ તે બજારમાં ક્રૂડ ઓઇલ લાવવા કરતાં વધુ મુશ્કેલ છે. " 

તેલની કિંમતો વધવાથી ભારત, અમેરિકા વગેરે દેશોમાં મોંઘવારી વધી છે. એપ્રિલમાં અમેરિકામાં ફુગાવો 8.૩ ટકા હતો. આ સાથે જ એપ્રિલમાં ભારતમાં મોંઘવારી દર 7.8 ટકા હતો. ફુગાવાની આ સ્થિતિ લાંબા ગાળે વધુ ગંભીર બની શકે છે

(8:41 pm IST)