Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

આફ્રિકી દેશ સેનેગલના ઈતિહાસમાં સૌથી મોટી આગ હોનારત: 11 નવજાત શિશુઓ જીવતા ભૂંજાયા

પશ્ચિમ આફ્રિકી દેશ સેનેગલ ખાતે એક ભારે મોટી દુર્ઘટના બની છે. તિવાઉને ખાતે એક હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 11 નવજાત બાળકોના મોત થયા છે. સેનેગલના રાષ્ટ્રપતિ મૈકી સૈલના હવાલાથી આ જાણકારી સામે આવી છે.

  રાષ્ટ્રપતિ મૈકી સૈલના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ‘મેં તાજેતરમાં એક ખૂબ જ દુખદ અને નિરાશાજનક સમાચાર સાંભળ્યા. તિવાઉને ખાતેની એક સાર્વજનિક હોસ્પિટલના નવજાત બાળકોના વિભાગમાં આગ લાગવાના કારણે 11 નવજાત શિશુઓના મોત થઈ ગયા છે.’રાષ્ટ્રપતિ સૈલે જણાવ્યું કે, ‘આ દુર્ઘટના મોડી રાતે બની હતી. હું માસૂમોની માતાઓ અને તેમના પરિવાર પ્રત્યે મારી પ્રગાઢ સંવેદના વ્યક્ત કરૂં છું.’સેનેગલના રાજનેતા ડીઓપ સીના કહેવા પ્રમાણે આ હોનારત તિવાઉનેના પરિવહન કેન્દ્ર ખાતે મામે અબ્દૌ અજીજ સી દબાખ હોસ્પિટલ ખાતે બની હતી. શોર્ટ સર્કિટના કારણે આ પ્રકારે આગ લાગી હોવાનું જણાઈ રહ્યું છે

પ્રશાસનના કહેવા પ્રમાણે તેઓ આગ લાગવાના કારણો અંગેની તપાસ કરી રહ્યા છે અને આગ ક્યાંથી લાગી તે જાણવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સેનેગલના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી આગ હોનારતો પૈકીની એક છે. ગત વર્ષે પણ સેનેગલ ખાતેની એક ખાનગી હોસ્પિટલના નિયોનેટેલ વોર્ડમાં આગ લાગી હતી જેમાં 4 બાળકોના મોત થયા હતા

(10:14 pm IST)