Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

રાજધાની દિલ્હીની રાજેન્દ્ર નગર વિધાનસભા સીટ પર પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દુર્ગેશ પાઠકે બાજી મારી : હવે રાજેન્દ્ર નગર વિધાનસભા સીટથી નવા ધારાસભ્ય દુર્ગેશ પાઠક હશે

દુર્ગેશ પાઠક 11,555 મતથી ચૂંટણી જીતી ગયા છે: શરૂઆતી ગણતરીમાં આમ આદમી પાર્ટીને ભાજપે ટક્કર આપી પરંતુ ત્રણથી ચાર રાઉન્ડની ગણતરી બાદ આમ આદમી પાર્ટીએ લીડ મેળવી અને ત્યારબાદ જીત પાક્કી કરી છે:

નવી દિલ્હીઃ  રાજધાની દિલ્હીની રાજેન્દ્ર નગર વિધાનસભા સીટ પર 23 જૂને યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દુર્ગેશ પાઠકે જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી માટે આ મોટી જીત માનવામાં આવી રહી છે.

રાજેન્દ્રનગરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર દુર્ગેશ પાઠક 11,555 મતથી ચૂંટણી જીતી ગયા છે. શરૂઆતી ગણતરીમાં આમ આદમી પાર્ટીને ભાજપે ટક્કર આપી પરંતુ ત્રણથી ચાર રાઉન્ડની ગણતરી બાદ આમ આદમી પાર્ટીએ લીડ મેળવી અને ત્યારબાદ જીત પાક્કી કરી છે. હવે રાજેન્દ્ર નગર વિધાનસભા સીટથી નવા ધારાસભ્ય દુર્ગેશ પાઠક હશે.

  દુર્ગેશ પાઠક પહેલા આ સીટ પર રાઘવ ચડ્ઢા ધારાસભ્ય હતા, જે પંજાબથી રાજ્યસભા સાંસદ બની ચુક્યા છે. રાઘવે આ સીટ છોડ્યા બાદ 23 જૂને અહીં પેટા ચૂંટણી યોજાઈ હતી.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ સીટ જીતવામાં તમામ તાકાત લગાવી દીધી હતી. કેજરીવાલની સાથે ચૂંટણી પ્રચારમાં તેના તમામ મંત્રી લાગ્યા હતા. ખુદ અરવિંદ કેજરીવાલે રાજેન્દ્ર નગર વિસ્તારમાં ત્રણ દિવસ સુધી ચૂંટણી પ્રચાર કર્યો હતો અને લોકોને અપીલ કરી હતી કે આ સીટ પર આમ આદમી પાર્ટીને જીત અપાવે જેથી અહીં વિકાસના કામ થઈ શકે.

(2:51 pm IST)