Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

ફાઈવ-જી સ્પેક્ટ્રમની હરરાજી: સરકાર ફાઈવ-જી માટે તમામ સ્પેક્ટ્રમની હરરાજી નહીં કરી શકે: પ્રથમ તબક્કે ૧ લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની અપેક્ષા

નવી દિલ્હી :  ફાઈવ-જી સ્પેક્ટ્રમની હરરાજી જુલાઈમાં થવાની છે.  આ પછી તેને કેટલાક શહેરો માટે શરૂ કરવામાં આવશે અને બાદમાં તેને અન્ય શહેરોમાં વિસ્તારવામાં આવશે.  ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) ના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું છે કે સરકાર આગામી ફાઈવ-જી સ્પેક્ટ્રમની હરરાજીથી રૂ. ૮૦ હજાર કરોડથી માંડીને રૂ. ૧  લાખ કરોડ એકત્ર કરવાની અપેક્ષા રાખે છે

 

(10:16 pm IST)