Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

કેરળમાં વધતા કોરોનાના કહેરથી દેશમાં ત્રીજી લહેરના ટકોરા લાગ્યા : દેશમાં નવા 36.840 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 33.603 દર્દીઓ રિકવર થયા : વધુ 377 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.20.962 થયો : એક્ટીવ કેસ 4.05.848 થયા : કુલ કેસની સંખ્યા 3.14.08.333 થઇ

સૌથી વધુ કેરળમાં 17.466 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6843 કેસ, આંધ્રપ્રદેશમાં 2252 કેસ, ઓરિસ્સામાં 1833 કેસ, કર્ણાટકમાં 1001 કેસ, તામિલનાડુમાં 1808 કેસ, મણિપુરમાં 1207 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે આજે દેશમાં કોરોનાનાં નવા 36.840 કેસ નોંધાયા છે. જ્યારે 33.603 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 36.840 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 377 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.20.962 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 36.840 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.14.08.333 થઇ છે  એક્ટિવ સંખ્યા 4.05.848 થઇ છે છેલ્લા 24 કલાકમાં 33.603 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.05.69.099 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ કેરળમાં 17.466 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6843 કેસ,આંધ્રપ્રદેશમાં 2252 કેસ,  ઓરિસ્સામાં 1833 કેસ,કર્ણાટકમાં 1001 કેસ, તામિલનાડુમાં 1808 કેસ, મણિપુરમાં 1207 કેસ નોંધાયા છે

(12:12 am IST)