Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

એપ્રિલ-મે મહિનામાં કોરોના ૧.૬૬ લાખ માનવ જીંદગી ભરખી ગયો

RTI હેઠળની માહિતીમાં ખુલાસો : ૪૧ ટકા મોત મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં થયા

નવી દિલ્હી,તા.૨૬:  ભારતમાં એપ્રિલ અને મે એમ બે મહિનામાં કોરોનાથી કુલ ૧.૬૬ લાખ મોત થયા છે. એ પૈકી ૪૧ ટકા મોત મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમા થયા છે. આ ત્રણ રાજયોમાં કોરોનાથી સૌથી વધુ લોકોના મોત નોંધાયા છે. દિલ્હી,કર્ણાટક અને પંજાબમાં ૧૪ મહિનામાં જેટલા મોત થયા, એ પૈકી ૬૦ ટકા મોત માત્ર એપ્રિલ-મે મહિનામાં થયા છે. આ ખુલાસો રાઈટ-ટુ-ઈન્ફર્મેશન એકટ હેઠળ માંગેલી માહિતી દ્વારા થયો છે.

કેન્દ્ર સરકારના આંકડા અનુસાર એપ્રિલ ૨૦૨૦ થી મે ૨૦૨૧ના વચ્ચે ૩૨૯૦૬૫ લોકોના મોત કોરોનાથી થયા છે, એ પૈકી એપ્રિલ-મે-૨૦૨૧ દરમિયાન કુલ ૧૬૬૬૩૨ લોકોના મોત થયા છે. મે-૨૦૨૧માં ૧૨૦૭૭૦ લોકોના મોત થયા અને એપ્રિલ-૨૦૨૧માં ૪૫૮૮૨ લોકોના મોત થયા છે. જૂન-૨૦૨૧માં ૬૯૩૫૪ લોકોના મોત કોરોના વાયરસના ચેપથી થયા છે. એપ્રિલ-મે-૨૦૨૧થી પહેલાં એક મહિનામાં સૌથી વધુ સપ્ટેમ્બર-૨૦૨૦માં ૩૩૦૩૫ લોકોના મોત થયા હતા. ત્યારબાદ ફેબ્રુઆરી-૨૦૨૧માં કોરોના વાયરસ મહામારીથી ૨૭૭૭ દર્દીઓના મોત થયા હતા.

હેલ્થ એકસપર્ટના કહેવા અનુસાર માર્ચમાં કોરોનાની લહેર આવવાના સંકેત સાંપડ્યા, જયારે પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં કોરોનાથી થયેલાં મોતમાં વધારો જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય સ્તર પર આ સંખ્યા બમણાંથી વધુ થઈ ગઈ હતી. આ તમામ રાજયોમાં કોરોના વાયરસના ચેપના કેસો સતત વધી રહ્યા હતા. આ એ સમય હતો, જયારે રાજકીય પાર્ટીઓના નેતાઓ અસામ, કેરળ, પશ્યિમ બંગાળ, તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં આક્રમક રીતે લાગેલાં હતા.આ ઉપરાંત સુપર સ્પ્રેડર હરિદ્વાર મહાકુંભની તૈયારી કરવામાં આવી રહી હતી.

૨ મે ૨૦૨૧ના રોજ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા, ત્યારબાદ આ જે રાજયોમાં ચૂંટણી યોજાઈ ત્યાં કોરોનાથી મોતનો આંક પાંચ ગણો વધી ગયો હતો. આ ખુલાસો આરટીઆઈથી મળેલી માહિતી દ્વારા થયો છે. એપ્રિલમાં પશ્ચિમ બંગાળમાં ૯૨૧ મોત થયા, જયારે મે મહિનામાં ૪૧૬૨ લોકોના મોત થયા હતા. અસામમાં ૧૭૭થી વધીને ૨૦૧૯, તમિલનાડુમાં ૧૨૩૩થી વધીને ૯૮૨૧ અને કેરળમાં ૬૫૩દ્મક વધીને ૩૩૮૨ લોકોના મોત થયા હતા. ડો.શહીદ જમીલે કહ્યું કે, આ સમયગાળામાં વધારે મોતનું એક કારણ મે મહિનામાં વધુ માત્રા ટેસ્ટિંગ થયું એ હોઈ શકે છે. મોતોથી સંકેત મળે છે કે રાજય સરકારે કોરોના વાયરસની લહેરના સંકેતોને અવગણ્યા હતા.

એનસીડીસી દ્વારા અપાયેલી માહિતી વિવિધ રાજયોમાં કોરોનાની દ્વિતીય લહેરના પ્રભાવને દર્શાવે છે અને ઈંગિત કરે છે કે બિહાર અને ઉત્ત્।રપ્રદેશ જેવા કેટલાક વધુ વસ્તી ધરાવતા રાજયોમાં મોતના આંકડાની વાસ્તવિક સંખ્યા અપાઈ નથી, જયાં મોટી ગ્રામીણ વસ્તી છે, જયાં મોતનો આંકડો શહેરોની જેમ નોંધીને રાખવામાં આવ્યો નથી.  ઉત્ત્।રપ્રદેશમાં એપ્રિલ-૨૦૨૦થી મે-૨૦૨૧ દરમિયાન ૨૦૩૪૬ લોકોના મોત કોરોનાથી થયા છે, જયારે મે-૨૦૨૧માં ૮૧૦૮ અને એપ્રિલ-૨૦૨૧માં ૩૪૩૮ લોકોના મોત થયા છે. ઉતરાખંડમાં મે-૨૦૨૧માં ૩૮૯૯ લોકોના મોત થયા છે.

(10:35 am IST)