Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

હાય રે બેરોજગારી

શબરઘરમાં 'ડોમ'ની જગ્યા માટે એન્જીનીયર પોસ્ટ ગ્રેજયુએટની અરજીઃ ૬ પદઃ ૮૦૦૦ અરજીઓ

૧૦૦ એન્જીનીયર, પ૦૦ પોસ્ટ ગ્રેજયુએટ-રર૦૦ સ્નાતકે કરી અરજીઃ પદ માટે લાયકાત ૮મું પાસઃ વેતન ૧પ૦૦૦ છે

નવી દિલ્હી : દેશમાં બેરોજગારી ચરમસીમાએ બેરોજગારીથી હેરાન પરેશાન યુવા વર્ગ તેમનાથી ઓછી યોગ્યતા ધરાવતા પદો માટે અરજી કરીને તેમની નોકરી સુનિશ્ચિત કરવામાં લાગ્યા છે. પશ્ચિમ બંગાળનુું પાટનગર કલકતાની એક સરકારી હોસ્પિટલમાં ડોમના ૬ પદોની ભરતી માટે અરજી મંગાવામાં આવી છે. તેના માટે યોગ્યતા ૮મુ પાસ  રાખવામાં આવી હતી. ૬ પદો માટે હોસ્પિટલને અંદાજે ૮ હજાર અરજી મળી સૌથી આશ્ચર્યની વાત છે કે તે ૮મી પાસ પદ માટે એન્જીનીયર અને પોસ્ટ ગ્રેજયુએટ પણ મેદાનમાં ઉતર્યા છે.

કલકતાના એનઆરએસ મેડિકલ કોલેજમાં ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં હોસ્પિટલના ફોરેન્સીક મેડીસીન વિભાગની પ્રયોગશાળા સહાયક તેમજ ડોમની ભરતી માટે અરજી મંગાવામાં આવી હતી. આ પદ માટે યોગ્યતા ૮મુ પાસ અને ઉમર ૪૦ વર્ષ નકકી કરવામાં આવી છે. આ પદ માટે માસિક પગાર ૧પ હજાર નકકી કરવામાં આવ્યો છે.

મેડિકલ કોલેજના અધિકારીએ કહયું કે જયારે વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવેલી અરજીની સ્કુટીની કરવામાં આવી તો જાણવા મળ્યું છે કે ડોમ પદ માટે અરજી કરતા ઉમેદવારોમાં અંદાજે ૧૦૦ એન્જીનીયર, પ૦૦ સ્નાતકોતર, અને રર૦૦ સ્નાતક રાખેલ છે. હોસ્પિટેલે આ પદ માટે ૮૪ મહિલા ઉમેદવારો સહિત ૭૮૪ ઉમેદવારોને ૧ ઓગસ્ટે થનારી લેખિત પરિક્ષામાં સામેલ થવા માટે બોલાવ્યા છે.

(11:52 am IST)