Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો

રમતા રમતા ત્રણ વર્ષનું બાળક ખાદ્ય વસ્તુ સમજી ગણેશજીની મૂર્તિ ગળી ગયો

ડોકટરોએ તાત્કાલિક એન્ડોસ્કોપી કરીને મૂર્તીને બહાર કાઢી

બેંગલુરૂ,તા. ૨૬: કર્ણાટકના બેંગલુરૂમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો હતો. અહીં એક ત્રણ વર્ષનું બાળક ગણપતિની મૂર્તિ ગળી ગયું હતું. જોકે, રમતા રમતા તેને છાતીના ભાગમાં દુઃખાવો થતાં તેને તપાસ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયાં ડોકટરોએ તપાસ કરતા જાણવા મળ્યું કે બાળકના શરીરમાં મેટલની વસ્તુ હતી. ડોકટરોએ તાત્કાલિક એન્ડોસ્કોપી કરીને મૂર્તીને બહાર કાઢી હતી. જેથી પરિવારના સભ્યોમાં આનંદ છવાયો હતો.

મળતી માહિતી પ્રમાણે કર્ણાટકના બેંગ્લુરૂ શહેરમાં શુક્રવારે રાત્રે એક મકાનમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજામાં ગણપતિ દાદાની મૂર્તિ રાખવામાં આવી હતી. આ સમયે ત્રણ વર્ષનું બાળક રમતા રમતા ત્યાં આવી પહોંચ્યું હતું. અને ગણેશની મૂર્તિને ખાદ્ય પદાર્થ સમજીને ગળી ગયો હતો.

ગણેશની મૂર્તિને ખાદ્ય પદાર્થ સમજીને ગળી ગયો હતો. ત્યારબાદ તે રમવા લાગ્યો હતો. જોકે, પૂજાના થોડો સમય બાદ મૂર્તિ ગાયબ હોવાની પરિવારને ધ્યાનમાં આવ્યું હતું. પરંતુ પરિવારે વિચાર્યું કે પૂર્તિ કયાંક મૂકવામાં આવી હશે. થોડી ક્ષણો બાદ બાળકના રડવાના અવાજ અને છાતીના ભાગે દુઃખાવો ઉપડવાની ફરિયાદ સામે આવી હતી.

પરિવારે તેને સારવાર માટે ઓલ્ડ એરપોર્ટ રોડ ઉપર મણીપાલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જયારે તબીબો બાળકની તપાસ કરી હતી. ડોકટરોને ધ્યાનમાં આવ્યું કે બાળકના શરીરમાં ધાતુની મૂર્તિ છે. ત્યારબાદ તેની તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.

ત્યારબાદ ડોકટરોએ તરત જ એન્ડોસ્કોપી કરીને મૂર્તિને બહાર કાઢવાની કામગીરી હાથધરી હતી. અને થોડા સમય બાદ એન્ડોસ્કોપી દ્વારા ડોકટરોએ બાળકના શરીરમાંથી ગણેશની મૂર્તિને બહાર કાઢી હતી. આ મૂર્તિ લગભગ ૫ સેન્ટી મીટરની હતી. કલાકોની મહેનત બાદ છોકરાને મૂર્તિમાંથી મૂકત કર્યો હતો.

ડોકટરોએ થોડા સમય માટે પોતાની દેખરેખ માટે રાખ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી હતી. બાળકનો જીવ બચતા પરિવારના સભ્યોમાં આનંદ ફેલાયો હતો. મણિપાલ હોસ્પિટલના ડો. મનીષ રોયે જણાવ્યું હતું કે છોકરાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ જરૂરી રિપોર્ટ કરીને બાળકની એન્ડોસ્કોપી કરવામાં આવી હતી.

(11:54 am IST)