Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

'આપ' અને ઓવૈસીના પક્ષ બાદ હવે મમતાનો પક્ષ પણ ગુજરાતની ચંટણી લડશે

નવી દિલ્હી, તા.૨૬: ૨૦૨૨માં ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ પણ ઝંપલાવશે અત્રે એ નોંધનીય છે કે અગાઉ 'આપ' અને ઓવૈસીના પક્ષે પણ ગુજરાતની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

ગુજરાત માટે મમતાના પક્ષ તૃણમુલ કોંગ્રેસની પ્રદેશ કારોબારી નક્કી થઇ છે અને ગુજરાત એકમ માટે કન્વીનરના નામની પણ પસંદગી થઇ છે.

પ્રદેશના કન્વીનર જીતેન્દ્ર ખાડાયતા એ કહયું છે કે, તૃણમૂલ કોંગ્રેસ એકલા હાથે લડશે, કોઇપણ પક્ષ સાથે જોડાણ નહિ કરાય.

(11:55 am IST)