Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

બળાત્કારનો ભોગ બનેલી સગીરાનો 20 સપ્તાહનો ગર્ભ પાડી નાખવાની અલ્હાબાદ હાઇકોર્ટે મંજૂરી આપી : રાજ્યના મેડિકલ બોર્ડ સાથે ચર્ચા કર્યા પછી સગીરાના પિતાની અરજી માન્ય રાખી

અલ્હાબાદ : બળાત્કારનો ભોગ બનેલી સગીરાનો 20 સપ્તાહનો ગર્ભ પાડી નાખવાની અલ્હાબાદ હાઇકોર્ટે મંજૂરી આપી છે. સગીરાના પિતાએ પોતાની સગીર પુત્રીના 20 સપ્તાહના ગર્ભને પાડી નાખવા માટે નામદાર કોર્ટની મંજૂરી માંગી હતી.

જે અંગે ચુકાદો આપતા પહેલા કોર્ટે લખનૌની કિંગ જ્યોર્જિસ મેડિકલ યુનિવર્સીટીના કુલપતિ સાથે ચર્ચા કરી હતી. તથા બાદમાં અરજી મંજુર રાખી હતી.

સર્વેશ નામક એક યુવાને સગીરા ઉપર કથિત બળાત્કાર કર્યો હતો . બાદમાં સગીરાને માસિક આવતું બંધ થઇ ગયું હતું. જેથી તપાસ કરાવતા તે ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. યુવક  વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

ઉલ્લેખનીય છે કે 20 સપ્તાહ સુધીના ગર્ભપાત માટે એક ડોક્ટરનો તથા 20 થી 24 સપ્તાહ સુધીના ગર્ભપાત માટે બે ડોક્ટરનો અભિપ્રાય લેવો જરૂરી છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

 

(12:23 pm IST)