Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

કારગીલ વિજયના ૨૨ વર્ષઃ રક્ષામંત્રી, CDS લડાખના ઉપરાજયપાલ, સાંસદ, ત્રણેય સેનાના પ્રમુખો તથા CISCના વાઇસ એડમીરલે શહીદોને શ્રધ્ધાંજલી અર્પી

નવી દિલ્હીઃ આજે દેશભરમાં કારગીલ વિજયના ૨૨ વર્ષની ઉજવણી કરવાની સાથે શહીદોને શ્રધ્ધાંજલી અર્પીત કરવામાં આવી રહી છે. ૧૯૯૯ના વર્ષમાં મે થી જુલાઇ દરમિયાન ભારતે કારગીલમાં પોતાની બધી ચોકીઓ ઉપર પાકિસ્તાન સેના પાસેથી જીત પોતાના કબ્જામાં લીધી હતી. ત્યારથી દર વર્ષે ૨૬ જુલાઇએ કારગીલ વિજય દિવસ મનાવવામાં આવે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ, રાજયકક્ષાના રક્ષા રાજયમંત્રી અજય ભટ્ટે દિલ્હી ખાતે રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રધ્ધાંજલી અર્પી હતીે જયારે CDS જનરલ બીપીન રાવત, લડાખના ઉપરાજયપાલ માથુર, લડાખના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલે ફ્રાંસમાં કારગીલ યુધ્ધ સ્મારક ખાતે શ્રધ્ધાંજલી આપી હતી. જયારે ત્રણેય પાંખના પ્રમુખ જનરલ નરવણે, એર ચીફ માર્શલ ભદૌરીયા, વાઇસ એડમિરલ અશોક કુમાર તથા CISC ના વાઇસ એડમિરલ અતુલ જૈને રાષ્ટ્રીય સ્મારક ઉપર શ્રધ્ધાંજલી આપેલ.

(12:54 pm IST)