Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ર૦ર૪ પુર્વે સરકાર લોકસભાની બેઠકો વધારીને ૧૦૦૦ જેટલી કરવા માંગે છે

કોંગ્રેસના પ્રવકતા મનિષ તિવારીનો ધડાકો : સરકારે આ બાબતે નિર્ણય લેતા પહેલા લોકોના અભિપ્રાય લેવા જાઇઍ

નવી દિલ્હી :  કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ ટવિટ કરીને કહયું છે કે, મને સંસદીય સહભાગીઓ તરફથી વિશ્વસનીય સુચના મળી છે કે બીજેપી તરફથી લોકસભા ચુંટણી ર૦ર૪ પહેલા સીટોની સંખ્યા વધાીરને ૧૦૦૦ કરવાની તૈયારી છે. ૧૦૦૦ સીટો વાળા સંસદનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રકારનું કર્યા પહેલા એક ગંભીર સાર્વજનીક પરામર્શ થવી જોઇએ.

કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમે મનીષ તિવારીના ટ્વિટમાં લખ્યુ કે સાર્વજનિક ચર્ચાની જરૂરીયાત છે. અમારા જેવા મોટા દેશને વધુ પ્રત્યક્ષ રૂપે પસંદગી પામેલા પ્રતિનિધિઓની આવશ્યકતા છે. પરંતુ જો તે વધારો જનસંખ્યાના આધાર પર થાય છે તો તેનાથી દક્ષિણી રાજયોનું પ્રતિનિધિત્વ વધુ ઘટી જશે. જે સ્વીકાર્ય થશે નહિ. કાર્તિ ચિદમ્બરમના ટ્વિટનો જવાબ આપીને તિવારીએ કહયું કે પ્રસ્તાવ અંગે હાલમાં કાંઇ પણ નકકી નથી તેમાં મહિલા માટે ૩૩ ટકા અનામત નકકી છે કે નહિ ? જેના માટે અમારી અધ્યક્ષતા સોનિયા ગાંધી છેલ્લા બે દાયકાથી પ્રયાસરત છે.

બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે   કહયું કે સરકાર કાં તો પેગાસસ જાસુસીના આરોપોની સંયુકત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરવી જોઇએ અથવા સુપ્રિમ કોર્ટને મામલાની તપાસ માટે કોઇ હાલના ન્યાયધીશને નિયુકત કરવાનો અનુરોધ કરવો જોઇએ. તેઓએ પણ કહયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલાને સંસદમાં સ્પષ્ટ કરવો જોઇએ કે લોકોની નિગરાની થઇ કે નહિ.

પુર્વ ગૃહમંત્રીએ કહયું કે, તેને વિશ્વાસ નથી કે આટલી હદ સુધી કહી શકે છે કે ર૦૧ ૯ના સંપુર્ણ ચુંટણી જનાદેશને ગેરકાયદેસર જાસુસીથી પ્રભાવિત કરવામાં આવ્યા. પરંતુ તેઓએ કહયું કે તેનાથી બીજેપીને જીત મેળવવામાં મદદ મળી હોય તેવી શકયતા છે. જેના અંગે આરોપ લાગ્યા હતા.

(12:55 pm IST)