Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

એલોપથી વિષે ગેરસમજણ ફેલાવવા બદલ બાબા રામદેવ વિરુધ્ધ કેસની સુનાવણી પાછી ઠેલાઇ : સાત મેડિકલ એશોશિએશને દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી : જસ્ટિસ હરિ શંકર રજા ઉપર હોવાથી હવે 30 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરાશે

ન્યુદિલ્હી : કોવિદ -19 સંજોગોમાં એલોપથી વિષે ગેરસમજણ ફેલાવવા બદલ સાત મેડિકલ એશોશિએશને દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેની સુનાવણી પાછી ઠેલાઇ છે. જસ્ટિસ હરિ શંકર રજા ઉપર હોવાથી હવે 30 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરાશે .

પિટિશનમાં જણાવ્યા મુજબ બાબા રામદેવે કોવિદ -19 સંજોગોમાં મૃત્યુ પામેલા અમુક લોકો માટે એલોપથી સારવાર જવાબદાર હોવાનું નિવેદન કર્યું હતું. જે બાબત એલોપથી વિષે ગેરસમજણ ફેલાવનારી છે.જેથી ઋષિકેશ ,પટણા , ભુવનેશ્વર ,ચંદીગઢ ,મીરુત ,તેલંગણા ,તથા પંજાબ મેડિકલ એશોશિએશને બાબા રામદેવ વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન નોંધાવી હતી.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(12:59 pm IST)