Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

અમેરિકાની નીતિઓ ખતરનાક અને ખોટી માનસીકતામાં બદલાવ જરૂરી : ચીની ઉપવિદેશમંત્રી

બન્ને દેશો વચ્ચે આજથી તિયાનજીનમાં ઉચ્ચસ્તરીય વાતચીત

તિયાનજીન : ચીનના તિયાનજીનમાં આજથી અમેરિકા સાથે ચીનની ઉચ્ચસ્તરીય વાતચીત શરૂ થઇ છે. જેને લઇને બીજીંગે અમેરિકા ઉપર ધ્વીપક્ષીય સંબંધમાં ગતિરોધનો આરોપ લગાડયો છે. ચીનના ઉપવિદેશમંત્રી શી ફેંગે અમેરિકાની નીતિઓને ખતરનાક અને માનસીકતાને ખોટી જણાવી તેમાં બદલાવ માટે અમેરિકી સમકક્ષ વેંડી શરમન સાથે વાતચીતમાં જણાવેલ. વાતચીતમાં જણાવાયેલ કે ચીન અમેરિકા વચ્ચે સંબંધો હજી ગતિરોધ છે કેમકે કેટલાક અમેરિકીઓ દ્વારા ચીનને દુશ્મનના રૂપે આંકવામાં આવી રહ્યું છે.

(3:08 pm IST)