Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

નરેન્દ્રભાઇની મન કી બાતથી ખાદીના ઉત્પાદનમાં ૧૮૮ ટકાનો વધારો

ર૦૧૪માં પ્રથમ વાર મનકી બાતમાં ખાદી ખરીદવા વડાપ્રધાને દેશવાસીઓને અપીલ કરેલ

નવી દિલ્હી તા. ર૬: વડાપ્રધાન નરેન્દ્રભાઇના મન કી બાત કાર્યક્રમથી ખાદીના વેચાણને ખુબ જ પ્રોત્સાહન મળ્યું છે. નરેન્દ્રભાઇએ પહેલી વાર ઓકટોબર ર૦૧૪માં લોકોને મન કી બાત દ્વારા ખાદી ખરીદવા અપીલ કરેલ અને ત્યાર પછી અત્યાર સુધી ઉત્પાદનમાં ૧૮૮ ટકાનો વધારો થયો છે. ગઇકાલે ફરી એક વાર ખાદીની વાત કરતા ખાદી ગ્રામદ્યોગની વેબ સાઇટમાં ખુબ જ હીટ મળેલ. ખાદી ગ્રામદ્યોગના ચેરમેન વીકે સકસેના મુજબ વર્ષ ર૦૧૪-૧પમાં ખાદીનું ઉત્પાદન ૮૭૯.૯૮ કરોડ હતું. ર૦૧૮-૧૯ સુધીમાં લગભગ ૧૦૦ ટકા વધારો થયેલ. જયારે હાલમાં ઉત્પાદન ૧૮૮નો વધારો થયો છે. ર૦૧૯માં બીજી ઓકટોબરે નવી દિલ્હીના કોનોટ પ્લેસ સ્થિત ખાદી ઇન્ડીયા ખાતેથી ૧.ર૭ કરોડની ખાદીનું વેચાણ થયેલ. જે અત્યાર સુધીનો રેકોર્ડ છે.

(3:11 pm IST)