Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

કોરોના કેસ ભલે ઘટયા પણ કોવીડ ઇન્સ્યોરન્સના કલેઇમ અન્ય બિમારીઓના કુલ દાવાથી પણ વધુઃ ૧૬ હજાર કરોડના દાવાનું સેટલમેન્ટ કરાયું

નાણાકીય વર્ષ ર૦ર૧ના પહેલા ત્રિમાસીકમાં ૧૦ લાખ દાવાઃ રપ ટકા હજુ બાકી હોવાનો નિષ્ણાંતોનો મત

નવી દિલ્હી તા. ર૬: એક તરફ દેશમાં કોરોનાના કેસ ઘટતા જાય છે, જયારે બીજી તરફ ઇન્સ્યોરન્સ કંપનીઓના કોરોનાના કારણે કલેમ સતત વધી રહ્યા છે. સ્થિતિ એવી છે કે પહેલા ત્રિમાસિકમાં કોરોનાના મામલાઓમાં આવનાર કલેઇમ બાકી બધી બીમારીઓના સંયુકત કલેઇમથી પણ વધુ હોવાની આશંકા દર્શાવાઇ છે. એટલે કે બધી બીમારીઓના કલેઇમની રકમ એક તરફ અને બીજી તરફ ફકત કોરોનાના દાવાની રકમ તેનાથી વધુ છે.

ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના લોકો મુજબ અત્યાર સુધીમાં કંપનીઓએ ૧૬ હજાર કરોડ રૂપિયાના કલેઇમ સેટલ કરી દીધા છે, પણ હજી આ સંખ્યા વધી રહી છે. આ કલેઇમ વર્ષના પહેલા ત્રીમાસીકના છે, જે લગભગ ૧૦ લાખ જેટલા છે. એચડીએફસી અર્ગોના સીઇઓ-એમડી રિતેશકુમારે જણાવેલ કે હજુ રપ ટકા કલેઇમ આવવાના બાકી છે.

પોલીસી બજારના પ્રમુખ અમિત છાબડા મુજબ કોરોનાની પહેલી લહેર દરમિયાન કોરોના કેસના કલેઇમ કુલ કલેઇમના એક તૃતીયાંશ હતાં. પહેલી લહેર બાદ ડીસેમ્બર આવતા સુધીમાં કલેઇમના મામલાઓ ઝડપથી ઘટીને ૩૧ ટકા આવી ગયા હતા અને બીજી લહેર પહેલા ફકત ૧૪ ટકા રહ્યા હતા. હવે તે ફરીથી વધવા લાગ્યા છે. તેનું કારણ કોરોના કેસ વધવાની સાથે બાકી બીમારીઓના કલેઇમ ઘટવાથી તેમાં વધારો જોવા મળી રહ્યો છે.

અત્યાર સુધીમાં વધુ દાવાઓ કોરોનાના જ છે. નાણાકીય વર્ષ ર૦ર૧માં કોરોનાના મામલાઓમાં હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમીયમ કલેકશન લગભગ ૧૩ ટકા વધી ગયેલ. વર્ષ ર૦ર૦ માં પ૧,૬૭૪ કરોડ રૂપિયાના હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમીયમ એકઠું થયેલ, જે ર૦ર૧ સુધી વધીને પ૮,પ૭૧ર કરોડ થયેલ. ઇન્સ્યોરન્સ કંપનીઓએ પણ હવે પોતાના પ્રોડકટ કોરોના વાયરસને ધ્યાને રાખીને ડીઝાઇન કરી રહી છે.

(3:13 pm IST)