Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ટ્રાય કરવા જેવો છે આ ફાયર ઢોસો

ઇન્દોરમાં રહેતા અમર સિરોહી નામના બ્લોગરે માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર ચીઝ અને વેજિટેબલ્સથી ભરપૂર ફાયર ઢોસાનો વિડિયો અપલોડ કર્યો છે

ઇન્દોર, તા.૨૬: ઇન્સ્ટાગ્રામ પર અનેક વખત અવનવા મોઢામાં પાણી લાવી દે એવા ખાદ્ય પદાર્થોના વિડિયો અપલોડ થતા રહે છે. અનેક વાર આ વિડિયોમાંની આઇટમ્સ મોંમાં પાણી લાવી દેનારી હોય છે, તો વળી કેટલીક વાર મગજ પરનો કાબૂ છટકાવે એવી હોય છે. લોકડાઉનમાં આ ટ્રેન્ડ થોડું વધુ જ ચાલ્યું છે અને નેટિઝન્સે સૌથી વધુ મેગીની વરાઇટી પર હાથ અજમાવ્યો છે.ઇન્દોરમાં રહેતા અમર સિરોહી નામના બ્લોગરે માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર ચીઝ અને વેજિટેબલ્સથી ભરપૂર ફાયર ઢોસાનો વિડિયો અપલોડ કર્યો છે.વિડિયોમાં ઢોસાના તવા પર ચીઝ અને વેજિટેબલ્સ પાથર્યા બાદ સગડીને પંખાથી હવા આપીને આગ વધારીને ફરીથી એના પર ચીઝનું લેયર કરીને ડિશમાં અનોખી રીતે પીરસે છે એ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ફાયર ઢોસાને નેટિઝન્સે ખૂબ આવકાર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયોને અત્યાર સુધીમાં ૬ લાખ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે.

(3:41 pm IST)