Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મોબાઇલનો ઉપયોગ કરવામાં સમગ્ર વિશ્વમાં ભારતીય ત્રીજા ક્રમેઃ બ્રાઝીલના લોકો નં.૧: રોજ પ.૪ કલાક સમય વીતાવે છે

ભારતના લોકો રોજ ૪ કલાક અને ૯ મીનીટ મોબાઇલનો ઉપયોગ કરે છે

નવી દિલ્હી : મોબાઇલ અને ઇન્ટરનેટ આજે લોકોની જીંદગીનું અંગ બની ગયા છે, દરેક વ્યકિત સ્માર્ટફોન અને ઇન્ટરનેટની ઇચ્છા રાખે છે કારણ કે મોટાભાગના કામ ઓનલાઇન થઇ રહયા છે, મોબાઇલ રીચાર્જ હોય, પૈસા ટ્રાન્સફર કરવા હોય કે ટીકીટ બુક કરાવવી હોય કે પછી ગેસનું બુકીંગ કરાવવું બધુ જ સ્માર્ટફોન થકી થઇ રહયુ છે. એક નવા અભ્યાસ અનુસાર સૌથી વધુ મોબાઇલ ઉપયોગ કરવાના મામલે ભારતીય લોકો દુનિયામાં ત્રીજા સ્થાને છે.બ્રાઝીલના લોકો નં.૧ પર છે ત્યાં લોકો રોજ સરેરાશ પ કલાક અને ૪ મીનીટ મોબાઇલનો ઉપયોગ કરે છે, બીજા ક્રમે ઇન્ડોનેશીયાના લોકો છે ત્યાં રોજ સરેરાશ પ કલાક અને ૩ મીનીટ મોબાઇલ સમય વિતાવે છે. સર્વેના લીસ્ટમાં ભારતનું નામ ત્રીજા ક્રમે છે ભારતીય રોજ સરેરાશ ૪ કલાક અને ૯ મીનીટનો ઉપયોગ કરે છે. ચોથા ક્રમે સાઉથ કોરીયા છે  જયાં ૪ કલાકને ૮ મીનીટ ઉપયોગ થાય છે. દસમાં સ્થાને બ્રિટન જયાં ૩ કલાક અને ૮ મીનીટ મોબાઇલનો ઉપયોગ થાય છે.

(3:42 pm IST)